________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[૨૮૭]
એક સમયે તેમણે બને જણુએ જ્ઞાની મુનિરાજને પિતાને પૂર્વભવ પૂછે ત્યારે જ્ઞાનીએ કહ્યું. “ચંદ્રપુર નગરમાં જિનદત્ત અને જિનદાસ નામે પરમ શ્રાવક શેઠ રહેતા હતા. એક સમયે શ્રાવકે એ ઘણું એકઠું થએલું જ્ઞાનદ્રવ્ય જિનદત્ત શેકને અને સાધારણ દ્રવ્ય જિનદાસ શેઠને રાખવા માટે સેપ્યું. તે બને શેઠે સેપેલા દ્રવ્યની ઉત્તમ પ્રકારે રક્ષા કરતા હતા. એક દિવસે જિનદત્ત શેઠે પોતાને માટે કઈ લખનાર પાસે પુસ્તક લખાવ્યું અને પાસે બીજું દ્રવ્ય ન હોવાથી એ પણ જ્ઞાનનું જ કામ છે” વિચારી શાનદ્રવ્યમાંથી બાર રામ લખનારને આપ્યા.
જિનદાસ શેઠે તો એક દિવસે વિચાર કર્યો કે, “સાધરણ દ્રવ્ય તે સાતે ક્ષેત્રે વપરાય છે, તેથી શ્રાવકથી પણ એ વાપરી શકાય એમ છે, અને હું પણ શ્રાવક છું. માટે હું મારા કામને અર્થે વાપરૂં તે શી હરકત છે?” એમ વિચારી કાંઈ ઘણું જરૂરનું કામ પડવાથી અને પાસે બીજું નાણું ન હોવાથી તેણે સાધારણ દ્રવ્યમાંના બાર દમ ઘરકામમાં વાપર્યા. પછી તે બન્ને જણા કાળક્રમે મરણ પામી તે પાપથી પહેલી નરકે ગયા. વેદાંતીઓએ પણ કહ્યું છે કે–પ્રાણ કંઠગત થાય, તો પણ સાધારણ દ્રવ્યને અભિલાષા ન કર. અગ્નિથી બળી ગયેલ ભાગ રૂઝે છે, પણ સાધારણ દ્રવ્યના ભક્ષણથી જે દઝાણે તે પાછે રૂઝતો નથી. સાધરણ દ્રવ્ય, દરિદ્રીનું ધન, ગુરૂની સ્ત્રી અને દેવદ્રવ્ય એટલી વસ્તુ ભેગવનારને તથા બ્રહ્મહત્યા કરનારને સ્વર્ગમાંથી પણ નીચે ઉતારે છે. નરકમાંથી નીકળીને તે બંને જણા સર્ષ થયા. ત્યાંથી નીકળી બીજી નરકે નારકી થયા. ત્યાંથી નીકળી ગીધ પક્ષી થયા. પછી ત્રીજી નરકમાં ગયાં. એ રીતે એક અથવા બે ભવ આંતરામાં કરીને સાતે નરકમાં ગયા. પછી એકેંદ્રિય, બેઇદ્રિય, તેઈદ્રિય, ચૌરંદ્ધિ અને પંચે. હિય તથા તિર્યપેનિમાં બાર હજાર ભવ કરી તેમાં ઘણું જ અશાતા વેદનીય કર્મ ભેગવી ઘણુંખરૂં પાપ ક્ષીણ થયું, ત્યારે જિનદત્તને જીવ કર્મસાર અને જિનદાસને જીવ પુણ્યસાર એવા નામથી તમે ઉત્પન્ન થયા બાર દ્રમ્પ દ્રવ્ય વાપર્યું હતું, તેથી તમારે બને જણાને બાર હજાર ભવમાં ઘણું દુઃખ ભોગવવું પડ્યું. આ ભવમાં પણ બાર કોડ સોનિયા જતા રહ્યા. બાર વાર ઘણે ઉદ્યમ કર્યો તોપણ એકને બિલકુલ ધનલાભની પ્રાપ્તિ થઈ નહીં, અને બીજાને જે દ્રવ્ય મળ્યું હતું, તે પણ જતું રહ્યું, તેમજ પારકે ઘેર દાસપણું તથા ઘણું દુઃખ ભેગવવું પડયું. કર્મસારને તે પૂર્વ જ્ઞાનદ્રવ્ય વાપરવાથી બુદ્ધિની ઘણીજ મંદતા વગેરે માઠું ફળ થયું.”
મુનિરાજનું એવું વચન સાંભળી બને જણાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય લીધાના પ્રાયશ્ચિત તરીકે કર્મસારે બાર હજાર દ્રમ્મજ્ઞાનખાતે તથા પુયસારે બાર હજાર દ્રમ્પ સાધારણખાતે જેમ ઉત્પન્ન થતા જાય, તેમ
જે વશ કાછીયે એક કાંકિણી, ચાર કાંકિણી
એક પણ, અને તેવા સળ પણ એક ધમ્મ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org