________________
પ્રથમ દિન-રાયકા
[ ૨૮૨ ]
ચારિત્રની શુદ્ધિ ન કહેવાય; પણ તે દેવદ્રવ્યની (ક્ષેત્ર ગામ ગરાસ વિગેરેની) કોઈ ચોરી કરે, તે ખાઈ જાય, કે લઈ લેતો હોય તો તેને ઉવેખે (અવગણના કરે) તે ત્રિકરણ વિશુદ્ધિ ન કહેવાય; છતી શક્તિયે જે ન નિવારે તે અભક્તિ ગણાય છે, માટે જે દેવદ્વવ્યનો કે વિનાશ કરતો હોય તે તેને સાધુ અવશ્ય નિવારે-અટકાવે, ન નિવારે તો દેષ લાગે છે. દેવદ્રવ્યના ભક્ષણ કરનાર પાસેથી દ્રવ્ય પાછું લેવાના કાર્યમાં કદાપિ સર્વ સંઘનું કામ પડે તો સાધુ શ્રાવકે પણ તે કાર્યમાં લાગીને (તે કાર્ય ) પાર પાડવું, પણ ઉખવું નહીં. વળી બીજા ગ્રંથમાં પણ કહેવું છે કે –
દેવદ્રવ્યનું ભક્ષણ કરે કે ભક્ષણ કરનારને ઉવેખે તથા પ્રજ્ઞાહીનપણાથી દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો પણ પાપકર્મથી લેપાય છે. પ્રજ્ઞાહીનપણું એટલે દેવદ્રવ્ય કઈક અંગઉધાર આપે, થોડા મૂલ્યવાળા દાગીના રાખી વધારે દેવદ્રવ્ય આપે, આ પુરૂષ પાસેથી દેવદ્રવ્ય પાછું અમુક કારણથી વસુલ કરાવી શકીશું એ વિચાર કર્યા વિના જ આપે. આ કારણથી દેવદ્રવ્યના છેવટ વિનાશ થાય તે પ્રજ્ઞાહીનપણું ગણાય છે. પ્રજ્ઞાહીનપણું તે ખરેખર વિચાર કીધા વિના આપે છે. જેથી છેવટ દેવદ્રવ્યને વિનાશ થાય તે પ્રજ્ઞાહીન કહેવાય છે.
જે શ્રાવક દેરાસરની આવકને ભાંગે, દેવદ્રવ્યમાં આપવું કબલ કરીને પછી આપજ નહીં, દેવદ્રવ્યનો નાશ થતો દેખી ઉવેખી નાખે છે તે પણ સંસારમાં પરિભ્રમણ કરે છે.
જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારૂં, જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરે ગુણેની વૃદ્ધિ કરાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણું ભક્ષણ કરે તે અનંત સંસારી થાય છે. દેવદ્રવ્ય હોય તે મન્દિરનું સમારકામ તથા મહાપૂજા, સત્કાર આદિ થવા સંભવ છે. ત્યાં મુનિરાજને પણ યોગ મલી આવે છે. વ્યાખ્યાન સાંભળવા આદિ જિન પ્રવચનની વૃદ્ધિ થાય છે. એવી રીતે જ્ઞાન દર્શન ગુણની પ્રભાવના થાય છે.
જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારૂં, જ્ઞાનદર્શન ગુણને દીપાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણી રક્ષણ કરે છે તે અ૯પભવમાં મોક્ષપદને પામનાર થાય છે. - જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાનદર્શનગુણને દીપાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેની જે પ્રાણી વૃદ્ધિ કરે છે તે તીર્થંકર પદને પામે છે. વૃદ્ધિ કરવી એટલે જૂનાનું રક્ષણ ચને નવું પ્રાપ્ત કરવું. દશનશુદ્ધિ પ્રકરણમાં એ પદની વૃત્તિમાં લખેલ છે કે, દેવદ્રવ્યના વધારનારને અહંત ઉપર ઘણી જ ભક્તિ હોય છે તેથી તેને તીર્થકર શેત્ર બંધાય છે.
દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી? - પંદર કર્માદાનના કુવ્યાપાર છે, તેમાં દેવદ્રવ્યની ધીરધાર કરવી નહીં, પણ ખરા ભાલની લેવડદેવડ કરનારા સદ્વ્યાપારીઓના દાગીના રાખી તે ઉપર દેવદ્રવ્ય વ્યાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org