________________
[ ૨૮૦ ]
श्राविधिप्रकरण ।
સાધારણ દ્રવ્યનું લક્ષણ, દેવદ્રવ્ય તો પ્રસિદ્ધ જ છે, પણ સાધારણ દ્રવ્ય તે-દેરું પુસ્તક, આપતગ્રસ્ત શ્રાવક વિગેરેને ઉદ્ધરવાને (સહાય કરવાને યોગ્ય દ્રવ્ય ઋદ્ધિવંત શ્રાવકોએ મળી મેળવ્યું હોય તેનો વિનાશ કરે અથવા વ્યાજ કે વ્યાપાર આદિવડે તેનો ઉપગ કરે તે સાધારણ દ્રવ્યને વિનાશ કર્યો કહેવાય છે. કહેવું છે કે –
જેના બે બે પ્રકારના ભેદની કલ્પના કરાય છે, એવા દેવદ્રવ્યને નાશ થતે દેખી સાધુ પણ જે ઉખણા કરે તો અનંત સંસારી થાય છે. અહિંયાં દેવદ્રવ્યના બે બે ભેદની કલ્પના કેમ કરવી તે બતાવે છે. દેવદ્રવ્ય, કાક, પાષાણુ, ઇટ, નળીયાં વિગેરે જે હોય (જે દેવદ્રવ્ય કહેવાય) તેનો વિનાશ, તેના પણ બે ભેદ છે. એક ગ્ય અને બીજે અતીતભાવ. એગ્ય તે નવાં લાવેલાં અને અતીતભાવ તે દેરાસરમાં લગાડેલાં. તેના પણ મૂળ અને ઉત્તર નામના બે ભેદ છે. મૂળ તે થંભ કુંભી વિગેરે, ઉત્તર તે છાજ નળીયા વિગેરે, તેના પણ સ્વપક્ષ અને પરપક્ષ નામના બે ભેદ છે. સ્વપક્ષ તે શ્રાવકાદિકોએ કરેલ વિનાશ, અને પરપક્ષ તે મિથ્યાત્વી વિગેરે લેકેએ કરેલ વિનાશ. એમ દેવદ્રવ્યના બે બે ભેદની કલ્પના અનેક પ્રકારની થાય છે. ઉપર લખેલી ગાથામાં “અપિ” ગ્રહણ કરેલ છે તેથી શ્રાવક પણ ગ્રહણ કરવા એટલે શ્રાવક કે સાધુ જે દેવદ્રવ્યને વિનાશ થતે ઉવેખે તે અનંત સંસારી થાય છે.
અહિંયાં કઈક એમ પૂછે કે, મન, વચન, કાયાથી સાવદ્ય કરવા, કરાવવા, અનુ. મોદવાનો પણ જેને ત્યાગ છે એવા સાધુઓએ દેવદ્રવ્યની રક્ષા શા માટે કરવી જોઈએ? ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે, સાધુ જે કઈક રાજા, દીવાન, શેઠ પ્રમુખની પાસેથી યાચના કરી ઘર, હાટ, ગામ ગરાસ લઈ તેના દ્રવ્યથી જે નવું દેરાસર બંધાવે, તે તમે કહો છો તેમ દેષ લાગે, પણ કઈક ભદ્રિક જીવોએ ધર્મના માટે પહેલાં આપેલું જિનદ્રવ્યનું અથવા બીજા કેઈ ચૈત્ય દ્રવ્યનું સાધુ રક્ષણ કરે તો કાંઈ દોષ નથી પરંતુ ચારિત્રની પુષ્ટિ છે, કારણ કે, જિનેશ્વરની આજ્ઞાનું આરાધન થાય છે. જે દેરાસર નવીન બંધાવતા ન હોય પણ પૂર્વે કરાવેલાને કે દેરાસર દ્રષીને તેને કષ્ટ આપીને પણ બચાવ કરો તેમાં કાંઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. તેમ કાંઈ પ્રતિજ્ઞા પણ ભંગ થતી નથી. આગમમાં પણ એમ જ કહેવું છે કે --
દેરાસરના કામને માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતાં ખેતર, સુવર્ણ, ચાંદી, ગામ, ગરાસ, ગાય, બળદ, વિગેરે દેરાસરના નિમિત્તે ઉપજાવનાર સાધુને ત્રિકરણ ચોગ (મન, વચન, કાયા)ની શુદ્ધિ ક્યાંથી હોય ? એમ પ્રશ્ન કરવાથી આચાર્ય ઉત્તર આપે છે કે, ઉપર લખેલાં કારણે જે પોતે કરે એટલે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પિતે યાચના કરે તે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org