________________
[ ૧૭ ]
प्राविधिप्रकरण ।
દેવરાવે (પગચંપી કરાવે), ૭૩ હાથ પગ ધેવા વિગેરે કારણથી દેરાસરમાં ઘણું પાણી ઢળી દેરામાં જતાં જવાના માર્ગમાં કીચડ કરે, ૭૪ ધૂળવાળા પગથી આવી દેરાસરમાં પગ ઝાટકે જેથી દેરામાં ધૂળ પૂળ કરે-ધૂળ ઉડાડે, ૭૫ દેરાસરમાં મિથુન સેવે-કામકેલી કરે, ૭૬ માથા ઉપર પહેરેલી પાઘડીમાંથી કે લુગડાંમાંથી માંકણ જૂ પ્રમુખ વીણીને દેરામાં નાખે અથવા વિણે, ૭૭ દેરાસરમાં બેસી ભજન કરે, ૭૮ ગુહ્યસ્થાન બરાબર ઢાંકયા વિના જેમ તેમ બેસી લેકને (ગદ્યસ્થાન ) દેખાડે તથા દેરામાં દષ્ટિયુદ્ધ તથા બાહયુદ્ધ કરે, ૭૯ દેરામાં બેસી વૈદું કરે (ઔષધ વિગેરે દેરામાં કોઈને બતાવે), ૮૦ દેરાસરમાં વેચાણ અથવા સાટું કરે, ૮૧ દેરામાં શય્યા કરી સુવે, ૮૨ દેરાસરમાં પાણી પીયે અથવા દેરાસરની અગાશી યા પરનાળથી પડતાં પાણી ઝીલે, ૮૩ દેરાસરમાં સ્થાન કરે, ૮૪ દેરાસરમાં સ્થિતિ કરે (રહે).
વૃહતૃભાષ્યમાં બતાવેલી પાંચ આશાતના. ૧ કોઈ પણ પ્રકારે દેરાસરમાં અવજ્ઞા કરવી, ૨ પૂજામાં આદર ન રાખ, ૩ ગ, ૪ દુર પ્રણિધાન કરવાં, ૫ અનુચિત પ્રવૃત્તિ કરવી. એમ પાંચ પ્રકારથી આશાતના થાય છે.
૧ અવજ્ઞા આશાતના તે–પલાંઠી બાંધીને બેસવું, પ્રભુને પુંઠ કરવી, પુડપુડી દેવી (પગચંપી કરવી), પગ પસારવા, પ્રભુની સામે દુષ્ટ આસને બેસવું.
૨ આદર ન રાખવો (અનાદર આશાતના) તે-જેવા તેવા વેષથી પૂજા કરવી, જે તે વખતે પૂજા કરવી, શૂન્યચિત્ત પૂજા કરવી.
- ૩ ભેગ આશાતના તે-દેરાસરમાં તંબેળ ખાવો. જેથી અવશ્ય પ્રભુની આશાતના કરી કહેવાય; કેમકે તંબેળ ખાતાં જ્ઞાનાદિકના લાભને નાશ કીધે માટે આશાતના કહેવાય છે.
૪ દુષ્ટ પ્રણિધાન-તે રાગદ્વેષ મોહથી મનોવૃત્તિ મલીન થઈ હોય એવા વખતે જે ક્રિયા કરવામાં આવે તેવું કાર્ય પ્રભુપૂજામાં ન કરવું.
૫ અનુચિત પ્રવૃત્તિ તે-કેઈના ઉપર ધરણું નાખવું, સંગ્રામ કર, રૂદન કરવું, વિકથા કરવી, જનાવર બાંધવા, રાંધવું, ભેજન કરવું, ઘરની કોઈપણ ક્રિયા કરવી, ગાળ દેવી, વૈદું કરવું, વ્યાપાર કરે. એટલાં વાનાંમાંથી હરકોઈ કામ કરવું તેને અનુચિત પ્રવૃત્તિ નામની આશાતના કહેવાય છે તે તજવા યોગ્ય છે.
ઉપર લખેલી સર્વ પ્રકારની આશાતના અત્યન્ત હંમેશા અવિરતિ દેવતા પણ નિત્ય વજે છે. જે માટે કહેલું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org