________________
પ્રથમ વિનં-ત્યપ્રધાન
[ ૭૨ ]
સંપદા પામ્યો.” પણ યથાવિધિ ત્રિકાળ પૂજા કરવામાં તે ઘણે તત્પર હતે. “ પિતાના ઉપર ઉપકાર કરનારનું પોષણ અવશ્ય કરવું જોઈએ.” એમ વિચારી તે ધર્મ દત્તે નવા ચિત્યમાં પ્રતિમા બેસારી તથા તીર્થયાત્રા, સ્નાત્રમહત્સવ આદિ શુભ કૃત્ય કરીને પોતાની ઉપર ઉપકાર કરનારી જિનભક્તિનું ઘણું જ પિષણ કર્યું. તે ધર્મદત્તના રાજ્યમાં અઢારે વર્ણ “જેવો રાજ તેવી પ્રજા.” એવી કહેવત પ્રમાણે ઘણાખરા જનધમી થયા. તે જૈન ધર્મથી જ આ ભવે તથા પરભવે ઉદય થાય છે. તે ધર્મદરે અવસર ઉપર પુત્રને રાજ્ય આપી પોતે રાણીઓની સાથે દીક્ષા લીધી, અને મનની એકાગ્રતાથી તથા અરિહંત ઉપર દઢ ભક્તિથી તીર્થકર નામકર્મ બાંધ્યું. અહીં બે લાખ પૂર્વનું આયુષ્ય ભેગવીને સહસાર દેવલોકે દેવતા થયા. તથા તે ચારે રાણીઓ જિનભક્તિથી ગણધર કર્મ બાંધીને તે જ દેવલેકે ગઈ. પછી ધર્મદત્તનો જીવ ચારે રાણીઓના જીવની સાથે સ્વર્ગથી . ધર્મદત્તને જીવ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર દેવ થયે અને ચારે રાણીઓના જીવ તેના ગણધર થયા. ધર્મદત્તને જીવ તીર્થકર નામકર્મ વેદીને અનુક્રમે ગણધર કમ સહિત મુક્તિએ ગયે. આ ધર્મદત્તનો અને ચારે રાણીઓનો સંગ કે આશ્ચર્યકારી છે? સમજી જીએ આ રીતે જિનભક્તિનું આશ્વર્ય જાણું ધર્મદર રાજાની પેઠે જિનભક્તિ તથા બીજાં શુભ કૃત્ય કરવાને અર્થે હમેશાં તત્પર રહેવું. આ રીતે વિધિપૂર્વક જિનપૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને તે ઉપર આ ધર્મદર રાજાની કથા છે.
દેરાસરની ઉચિત ચિંતા-સારસંભાળ. હવે “નિમર્જિત (ઉચિત ચિંતામાં રક્ત રહે) એ પદનું વ્યાખ્યાન બતાવે છે. દેરાસરની ઊચિત ચિંતા એટલે દેરાસરની પ્રમાર્જના કરવી કરાવવી; વિનાશ પામતા દેરાંના ખુણા-ખાચરા તથા પૂજાના ઉપકરણ, થાળી, વાટકા, કેબી, કુંડી, લોટા, કળશ વિગેરેને સમારવા, મજાવવા, શુદ્ધ કરાવવાનું પ્રતિમા, પ્રતિમાના પરિકરને નિર્મળ કરવા દીવા દીવીઓ પ્રમુખ ચેખા (સાફ) કરાવવા આગળ કહેવાશે એવી આશાતના વર્જન કરવી, દેરાસરના બદામ, ચોખા, નૈવેદ્યને સંભાળવા, રાખવા, વેચવાની ચેજના કરવી; ચંદન, કેશર, ધૂપ, ઘી, તેલ પ્રમુખનો સંગ્રહ કરે; આગળ યુક્તિ કહેવાશે એવી ચિત્યદ્રવ્યની રક્ષા(સંભાળ) કરવી, ત્રણ ચાર અગર તેથી અધિક શ્રાવકને વચ્ચે સાક્ષી રાખીને દેરાસરનાં નામાં લેખાં અને ઉઘરાણી કરવી કરાવવી; તે દ્રવ્ય યતનાથી સર્વને સંમત થાય એવા ઉત્તમ સ્થાનકે સ્થાપન કરવું તે દેવદ્રવ્યની આવક અને ખર્ચ વિગેરેનું સાફ ચોખી રીતે નામું લેખું કરવું કરાવવું, પિતે જઈને કરવું તથા દેવના કામ માટે રાખેલા ચાકરને મોકલી દેવદ્રવ્ય વસુલ કરાવવા તેમાં દેવદ્રવ્ય ખૂટું ન થાય તેમ યતના કરવી, તે કામમાં એગ્ય પુરુષોને રાખવા; ઊઘરાણુના યોગ્ય, દેવદ્રવ્ય સાચવવા ગ્ય, હેવના કામ કરવા ગ્ય પુરુષોને રાખી તેની તપાસ કરવી. એ સર્વે દેરાસરની ઉચિત
Jain'Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org