SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૮ ] श्राद्धविधिप्रकरण | ચમત્કારી છે! પછી ધર્મદત્ત “ પુણ્યાનુષંધી પુણ્યથી પરભવે પણ પુણ્યની પ્રાપ્તિ સુખે થાય છે. ” એમ વિચારી સદ્ગુરૂ પાસેથી પાતે સારા શ્રાવકધર્મીના સ્વીકાર કર્યાં. 66 · ધર્મ કૃત્ય વિધિ વિના સફળ થતુ નથી. ” એમ વિચારી તેણે ત્રિકાળ દેવપૂજા વગેરે શુભ કૃત્ય શ્રાવકની સામાચારીને અનુસરી કરવા માંડયુ. હંમેશાં ધર્મ ઉપર ઉત્કૃષ્ટ ભાવ રાખનારા તે ધર્મદત્ત, અનુક્રમે મધ્યમ વય પામ્યા. ત્યારે જાડી શેલડીની પેઠે તેનામાં લેાકેાત્તર મીઠાશ આવી. એક દિવસે કેાઇ પરદેશી પુરૂષે ધર્મદત્તને અર્થે ઇંદ્રના અશ્વ સરખા લક્ષણવાળા એક અશ્વનું રાજાને ભેટશ્· કર્યું ? જગતમાં તે અશ્વ પણ પેાતાની માફક અસાધારણ છે, એમ જાણી ચેાગ્ય વસ્તુના ચૈાગ કરવાની ઇચ્છાથી તેજ સમયે પિતાની આજ્ઞા લઇને ધર્મદત્ત તે અશ્વ ઉપર ચડ્યો. સમજી માણસને પણ મેહ વશ કરી લે છે, એ ઘણી ખેદની વાત છે! ધર્માંદત્તના ઉપર ચઢતાં જ પેાતાને અલૌકિક વેગ આકાશમાં પણ દેખાડવાને અર્થે જ હોય કે શું ! અથવા ઇંદ્રના અશ્વને મળવાની ઉત્સુકતાથીજ કે શું ! તે અશ્વ એકદમ આકાશમાં ઊડી ગયા. ઘેાડી વારમાં દેખાતા હતા, તે ક્ષણમાત્રમાં અદ્દશ્ય થયા, અને હજારા ચેાજન ઉલ્લધી તે ધર્મદત્તને ઘણી વિકટ અઢવમાં મૂકી કયાંય ચાલ્યેા ગયેા. સર્પના કૃતકારથી, વાનરાના ખુત્કારથી, સૂઅરના ધુત્કારથી, દીપડાના ચીત્કારથી, ચમરી ગાયના ભોંકારથી, રાઝના ત્રઢ઼કારથી અને ખરાબ શિયાળીયાના ફ્રેત્કારથી ઘણીજ ભયંકર એવી તે અટવીમાં પણુ સ્વભાવથીજ ભય રહિત એવા ધર્મદત્તે લેશમાત્ર પણ ભય મનમાં રાખ્યા નહીં. એ તે ખરૂ છે કે સારા પુરૂષ વિપત્તિના વખતે ઘણીજ ધીરજ રાખે છે, અને સુખ આવે ત્યારે ગર્વ બિલકુલ કરતા નથી. હાથીની પેઠે અટવીમાં ચચેષ્ટ કરનારો ધર્મદત્ત તે શૂન્ય અટવીમાં પણ શૂન્ય ન રાખતાં જેમ પેાતાના રાજમંદિ ૨ના ઉદ્યાનમાં રહેતા હાય, તેમ ત્યાં સ્વસ્થપણે રહ્યો. પરંતુ જિનપ્રતિમાનું પૂજન કરવાને ચેાગ ન મળવાથીજ માત્ર દુ:ખી થયા. તેા પણ સમતા રાખી તે દિવસે ફળ આદિ વસ્તુ પણ તેણે ન ખાતાં પાપને ખપાવનારા નિર્જલ ચઉવિહારા ઉપવાસ કર્યા. શીતળ જળ અને જાતજાતનાં ફળ ઘણાં હાવા છતાં પણ ક્ષુધા તૃષાથી અતિશય પીડાયલા ધર્મદત્તને એ રીતે ત્રણ ઉપવાસ થયા. પોતાના આદરેલા નિયમ સહિત ધર્મને વિષે એકવી આશ્ચર્યકારી ઢઢતા છે! લૂ લાગવાથી અતિશય કરમાઇ ગએલી ફૂલની માળાની પેઠે ધર્માંદત્તનું સર્વ શરીર કરમાઈ ગયું હતું, તે પણ ધર્મની દઢતા હેાવાથી તેનુ મન ઘણુંજ પ્રસન્ન જણાતુ હતુ. આથી એક દેવ પ્રકટ થઈ તેને કહેવા લાગ્યા. “અરે સત્યપુરૂષ ! બહુ સારૂં કાઈથી સધાય નહીં એવું કાર્ય તે સાધ્યું. આ તે કેવું ધૈર્ય ! પાતાના જીવિતની અપેક્ષા ન રાખતાં આદરેલા નિયમને વિષેજ હારી દઢતા નિરૂપમ છે. શક્રેન્દ્રે હારી પ્રકટ પ્રશંસા કરી તે ચેાગ્ય છે. તે વાત મ્હારાથી ખમાઇ નહિ, તેથી મેં અહિં અટવીમાં લાવીને હારી ધમ મર્યાદાની પરીક્ષા કરી છે. હું સુજાણુ! હારી દઢતાથી હું પ્રસન્ન થયે। છું, માટે મુખમાંથી એક વચન કાઢીને ત્યારે જે ઇષ્ટ માગવું હોય તે માગ. ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy