________________
श्राद्धविधिप्रकरण |
પૂજામાં ધારવા ચાગ્ય બે હજાર ચુમાતે બાબતે.
(૧) ત્રણ ઠેકાણે ત્રણ વાર નિસીહિન્દુ કહેવું, (૨) ત્રણ વાર પ્રદક્ષિણા દેવી, (૩) ત્રણ વાર પ્રણામ કરવા, (૪) ત્રણ પ્રકારની પૂજા કરવી, ( ૫ ) મિંબની ત્રણ પ્રકારની અવસ્થા વિચારવી, (૬) ત્રણ દિશામાં જોવાનેા ત્યાગ કરવા, (૭) પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પુજવી, ( ૮ ) વર્ણાદિક ત્રણ આલખવા, (૯) ત્રણ પ્રકારની મુદ્રાએ કરવી, (૧૦) ત્રણ પ્રકારનું પ્રણિધાન, એ દૃશત્રિક ગણાય છે. ઇત્યાદિક સમજવું. વિધિપૂર્વક કરાતુ ધર્માનુષ્ઠાન મહાફળને આપનાર છે અને જો કેાઈ વખત અવિધથી કરાય તેા અપલ આપનાર બને છે. કષ્ટની પ્રાપ્તિના હેતુ પપ્ણ થાય છે. જે માટે શાસ્ત્રમાં કહેલ છે કે:—
[ ૧૦ ]
જેમ ઔષધ અપચ્યથી ખાવામાં આવે તે તેથી મરણાદિક મહાકષ્ટની દેખીતી પ્રાપ્તિ થાય છે, તેમ ધર્માનુષ્ઠાન પણ જો વિપરીત કરવામાં આવે તે તેથી ભયંકર મહાકષ્ટ થાય છે, ચૈત્યવંદનાદિક જે અવિધિથી થાય તે તેને ઊલટું પ્રાયશ્ચિત આવે છે. જે માટે મહાનિસીથ સૂત્રના સાતમા અધ્યયનમાં કહેલું પણ છે કે:
અવિધિથી ચૈત્યાને વાંદતાં બીજા ભન્ય જીવાને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે, એજ કારણુ માટે અવિધિથી ચૈત્યને વાંદે, તેને પ્રાયશ્ચિત્ત આપવું.
દેવતા, વિદ્યા અને મંત્રાદિક પણ વિધિપૂર્વક આરાધે તેજ તેનુ મૂળ સિદ્ધ થાય. અન્યથા તેને તત્કાળ અનર્થની પ્રાપ્તિના હેતુ થાય છે.
ચિત્રકારનું દૃષ્ટાંત.
અધ્યા નગરીમાં સુરપ્રિય નામા યક્ષ હતા, તેની દર વર્ષે વર્ષગાંઠની યાત્રા ભરાતી હતી. તેમાં એટલુ આશ્ચર્ય હતું કે, જે દિવસે તેની યાત્રા ભરાવવાનો હાય, તે દિવસે એક ચિતારો તેના મન્દિરમાં જઇ તેની મૂર્ત્તિ આલેખે, કે તત્કાળ તે ચિતારો મરણ પામે. જો કાઇ વરસે યાત્રાના દિવસે કાઇપણ ચિતારો ત્યાં મૂર્ત્તિ ચિતરવા ન જાય તે તે વર્ષે તે ગામના ઘણા લેાકેાને મરણુ પમાડે. એથી કેટલાક ચિતારા તે ગામ મૂકી નાસવા લાગ્યા, તેથી જેમ સાંકળમાં બાંધી જ રાખ્યા ન હેાય શું? એમ તે રાજાએ બધા ચિતારાઓને પકડી અનુક્રમથી તેમના નામ ઉતારી લઇ તે દરેકના નામની ચીઠી કરી એક ગેાળામાં ભરી રાખી અને એવે ઠરાવ કર્યો કે, દર વર્ષે એક ચીઠી કાઢવી. તેમાં જે નામની ચીડી આવે, તે ચિતારો તે વર્ષે ચિતરવા જાય. એમ કરતાં કેટલાંક વર્ષ વીતી ગયા. ખાદ એક વર્ષે એક વૃદ્ધા સ્રીને એક જ પુત્ર હતા, તેના નામની ચીઠી નીકળવાથી તેને જવાના વારો આવ્યા. ત્યારે તે વૃદ્ધા કકળવા લાગી, જેથી તે વૃદ્ધા સ્ત્રીને ઘેર એક ચિત્રકાર કે જે તેના ધણીનીજ પાસે ચિત્રકારની કળા શીખેલે! હાવાથી તે વૃદ્ધાના પુત્રને પેાતાના ભાઇ ગણીને તેને ફક્ત મળવા માટે જ આવેલા હતા,
સમાન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org