________________
[૪૬]
भावविधिप्रकरण ।
“તીર્થ પ્રવર્તનના અવસરે જિનેશ્વર ભગવંતના સન્મુખ ઝંકાર શબ્દ કરતી ભ્રમરની પંક્તિ જેમાં છે એવી દેવતાની મૂકેલી (આકાશથી પડતી) કુસુમવૃષ્ટિ (ફૂલની વૃષ્ટિ) શ્રી સંઘને મંગળ પમાડો.”
એમ કહીને પ્રભુના સન્મુખ પ્રથમ પુષ્પવૃષ્ટિ કરવી. ત્યારપછી લવણ, જળ, ફૂલ, હાથમાં લઈ પ્રદક્ષિણા ભ્રમણ કરાવતાં આ નીચે પ્રમાણે બેલવું.
“સર્વ પ્રકારે ભાગ્યો છે સંસારનો પ્રસાર જેથી એવી પ્રદક્ષિણા કરી શ્રી જિનરાજ ભગવંતના શરીરની અનુપમ લાવણ્યતા દેખીને લજવાયું જ હોય નહીં! એવું લણ અગ્નિમાં પડી બળી મરે છે તે જુવો.”
ઉપર પ્રમાણે કહીને જિનેશ્વર ભગવંતને ત્રણ વાર પુષ્પ સહિત લવણ જળ ઉતા૨વું. ત્યારપછી આરતી અને તે વખતે ધૂપ કરે. બે બાજુએ ઊંચી અને અખંડ જલધારા કરવી. તે પછી શ્રાવકોએ ફૂલનાં પગર વિખેરવાં, પછી શ્રેષ્ઠ પાત્રમાં રાખેલી આરતિ આ પાઠ બોલવાપૂર્વક ઉત્સવ સહિત ત્રણ વાર ઉતારવી.
મરતરત્નના ઘડેલા વિશાળ થાળમાં માણેકનાં મંડિત મંગળ દીવાને સ્નાવ કરનારના હાથથી જેમ ભમાડાય છે, તેમ ભવ્ય પ્રાણી-જીવની ભવની આરતી (ચિંતા) ભમો (દૂર થાઓ).” - ત્રિષણી શલાકા પુરુષના ચરિત્રમાં પણ કહેલું છે કે –“કરવા ગ્ય કરી કરીને કૃતકૃત્ય થઈને ઇદ્ર હવે કાંઈક પાછા ખસીને વળી ત્રણ જગતના નાથની આરતી ઉતારવા માટે હાથમાં આરતી ગ્રહણ કરી. જાતિવંત ઓષધીઓના સમુદાયવાળા શિખરથી જેમ મેરુપર્વત શોભે તેમ તે આરતીના દીપકની કાંતિથી ઇંદ્ર પણ પોતે દીપવા લાગે. શ્રદ્ધાળુ એવા જે બીજા ઇદ્રોએ જે વખતે છૂટાં ફૂલનો સમુદાય વિખેર્યો છે તે વખતે સોધમે છે પોતે ત્રણ જગતના નાયકની ત્રણ વાર આરતી ઉતારી.”
ત્યારપછી મંગળદી પણ આરતીની પેઠે પૂજ, અને નીચે લખેલી ગાથાઓ બલવી.
“ચંદ્ર સમાન સૌમ્ય છે દર્શન જેનું એવા હે નાથ ! તમે જ્યારે કૌસાંબી નગરીયે વિચરતા હતા, ત્યારે સંકોચાઈ ગયે છે પ્રતાપ જેને એવો સૂર્ય પિતાના શાશ્વતા વિમા નથી આપનાં દર્શન કરવા આવ્યો ત્યારે તમને જેમ પ્રદક્ષિણા કરતો હતો તેમ આ મંગળદીવો પણ તમારી પ્રદક્ષિણા કરે છે. મેરુપર્વતને પ્રદક્ષિણા કરતાં જેમ સૂર્ય શોભે છે તેમ હે નાથ! સુરસુંદરીયે સંચરિત (પ્રદક્ષિણા કરતાં ભમાડે ) આ મંગળદીપક પણ પ્રદક્ષિણા કરતો શોભે છે.”
એમ પાઠ ઉચ્ચાર કરતાં ત્રણ વાર મંગળદી ઉતારી, પ્રભુના ચરણકમળ આગળ દીપાયમાન લાગે એમ સમ્મુખ મૂકવો. મંગળદી ઉતારતાં આરતી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org