________________
પ્રથમ દિન-પ્રજ્ઞા
[
8 ]
શાક, વિનય, ઘી, ગેળ, સાકર, ફળાદિક બલિ ચઢાવવું. જ્ઞાનાદિક રત્નત્રયીની આરાધના નિમિતે અક્ષતની ત્રણ ઢગલી કરવી. સનાત્ર કરવામાં લઘુ વૃદ્ધ વ્યવહાર ઉલ્લંઘન કરવો નહીં. વૃદ્ધ પુરુષ પ્રથમ સ્નાત્ર કરે, ત્યારપછી બીજા સર્વ કરે અને સ્ત્રીઓ શ્રાવક પછી કરે. કેમકે, જિનેશ્વર ભગવંતના જન્માભિષેક વખતે પણ પ્રથમ અમ્યુરેંદ્ર, ત્યારપછી યથાનુક્રમથી છેલ્લો સૌધર્મેદ્ર અભિષેક કરે છે. સ્નાત્ર થયા પછી અભિષેક જળ શેષની પેઠે મસ્તકે લગાડે તે તેમાં કાંઈપણ દેષ લાગવાનો સંભવ થતો નથી. જે માટે હેમચંદ્રાચાર્યે શ્રી વીરચરિત્રમાં કહેવું છે કે–દેવ, મનુષ્ય, અસુર અને નાગકુમાર દેવતાઓ પણ અભિષેક જળને વંદના કરીને વારંવાર પિતાને સર્વે અંગે હર્ષ સહિત સ્પર્શ કરાવતા હતા.
રામના ચરિત્રના ઓગણત્રીસમા ઉદ્દેશામાં અશાડ સુદ ૮ થી આરંભીને દશરથ રાજાએ કરાવેલા અષ્ટાહ્નિકા (અઠ્ઠાઈ) મહત્સવના અધિકારમાં કહેલ છે કે–તે હવણ શાંતિ જળ, રાજાએ પિતાને મસ્તકે લગાડીને પછી તે તરૂણ સ્ત્રીઓ સાથે પિતાની રાણીઓને મોકલા
વ્યું. અને તે રાણીઓએ પિતાના મસ્તકે ચઢાવ્યું. પણ પટરાણને વૃદ્ધ કંચુકી સાથે મેકલાવ્યાથી તેને જતાં વાર લાગવાને લીધે પટરાણુ શોક અને ક્રોધ પામવા લાગી. એટલામાં ઘણવારે પણ વૃદ્ધ કંચુકીએ નમણ જળ લાવીને પટરાણીને આપ્યું, અને કહેવા લાગ્યું કે, હું વૃદ્ધ છું તેથી વાર લાગી; તે માફ કરે. ત્યારપછી તે પટરાણીએ તે શાંતિ જળ પિતાને મસ્તકે લગાવ્યું, તેથી તેને માનરૂપી અગ્નિ શમી ગયો અને ત્યારપછી હૃદયમાં પ્રસન્નભાવને પામી.
વળી મોટી શાંતિમાં પણ કહે છે કે, શાંતિપદની મસ્ત રાતથં શાંતિ જળ મસ્ત લગાડવું. વળી પણ સંભળાય છે કે, પ્રતિવાસુદેવ જરાસંધે મૂકેલી જરાના ઉપદ્રવથી પોતાના સન્યને મુકાવવા શ્રી નેમિનાથના વચનથી શ્રીકૃષ્ણ મહારાજે અઠ્ઠમ તપ કરી આરાધના કરેલા ધરદ્ર પાસે પાતાળમાંથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા શંખેશ્વર ગામમાં મંગાવી અને તે પાશ્વનાથના હવણ જળથી ઉપદ્રવ શાંત થયો. વળી જિનેશ્વર ભગવંતની દેશના થઈ રહ્યા પછી તે ભૂમિના અધિપતિ પ્રમુખે ત્યાં ઉછાળેલી કુરરૂપ બલિ અરધી ધરતી ઉપર નહીં પડતાં જ પ્રથમથી દેવતા લઈ જાય છે અને તેમાંથી અર્ધ રાજા લે છે, બાકીની સર્વ જન લે છે. બળિ મસ્તક ઉપર નાખવાના પ્રભાવથી પણ રોગોપદ્રવની શાંતિ થાય છે, એટલું જ નહિં પણ આવતા છ માસ સુધી તેને નવો રોગ ઉત્પન્ન થતું નથી એમ આગમમાં પણ પ્રસિદ્ધ છે. તે માટે સદગુરુ પ્રતિષ્ઠિત મોટા મહત્સવ કરી લાવેલા રેશમી ધ્વજ પતાકાને દેરાસરને ત્રણ પ્રદક્ષિણા દેવરાવી દિપાળાદિકને બલિદાન આપી ચતુર્વિધ શ્રીસંઘ સહિત વાજતે ગાજતે ધવજ ચઢાવે. પછી બધાએ યથાશક્તિ પહેરામણું કરવી. હવે આરતી ઉતારવા પ્રથમથી મંગળદી પ્રભુની સન્મુખ પ્રગટાવ. મંગળદીવાની પાસે એક અગ્નિનું પાત્ર ભરીને મૂકવું. તેમાં લવણુ જળ નાંખવું. ફૂલ લઈ ત્રણ વાર પ્રદક્ષિણા ભ્રમણ કરાવતાં નીચે પ્રમાણે બોલવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org