________________
[ ૪૦ ].
भावविधिप्रकरण ।
બીજે સ્થલે પણ કહ્યું છે કે, “ સવારે ચિત્ય તથા સાધુઓને વિધિપૂર્વક વંદન કર્યા વગર પાણી પીવું, મધ્યાન્હ ફરીવાર વંદન કર્યા વગર બપોરનું ભોજન અને સાંજના વંદન કર્યા વગર શયન ક૫તું નથી.”
ગીત, નૃત્ય, વાજિંત્ર, રસ્તુતિ, તેત્ર, એ અપૂજામાં ગણાવેલા ભાવપૂજામાં પણ અવતરે છે. વળી એ મહાફળદાયી હોવાથી ઉદયરાજા અને પ્રભાવતી રાણીની જેમ બને ત્યાં સુધી તેિજ કરવાં.
નિશીથ ચૂર્ણિમાં કહેવું છે કે –“નાન કરીને કર્યા છે કોતકમંગળ જેણે એવી પ્રભાવતી રાણી સફેદ વસ્ત્ર પહેરીને, યાવત આઠમ ચૌદશના દિવસે ભક્તિ રાગે કરી પિતેજ નાટક કરતી હતી અને રાજા પણ તેની મરજી પ્રમાણે હેવાથી મૃદંગ વગાડતે.”
જિનપૂજા કરવાના અવસરે અરિહંતની છવાસ્થ, કેવળી અને સિદ્ધ, એવી ત્રણ અવસ્થા ભાવવી. જે માટે ભાગ્યમાં કહેલું છે કે –
ભગવંતને નાન કરાવનારે, ભગવંતના પાસે રહેલા પરિકરમાં ઘડેલા હાથી ઉપર ચડેલા દેવના હાથમાં રહેલા કળશના દેખાવથી, તથા વળી પરિકરમાં રહેલા માળાધારી દેવના રૂપે કરી, ભગવંતની છદાસ્થાવસ્થા ભાવવી. (છઘસ્થાવસ્થા એટલે કેવળજ્ઞાન પામ્યા પહેલાંની અવસ્થા).
છવાસ્થાવસ્થા ત્રણ પ્રકારે છે. (૧) જન્મની અવસ્થા, (૨) રાજ્ય અવસ્થા, (૩) સાધુપણાની અવસ્થા. તેમાં ન્હવણ કરતી વખતે જન્માવસ્થા ભાવવી, માળાધારક દેવતાના રૂપ દેખી ફૂલમાળા પહેરવાના રૂપ દેખવાથી રાજ્યવસ્થા ભાવવી, કેશ રહિત મસ્તક અને મુખ દેખવાથી સાધુપણાની અવસ્થા ભાવવી, પ્રાતિહાર્યમાં પરિકરના ઉપરના ભાગે કળશના બે તરફ રહેલા પત્રના આકારને દેખી અશોકવૃક્ષની ભાવના, માળાધારી દેવના દેખવાથી પુષ્પવૃષ્ટિ ભાવવી. પ્રતિમાની બે પાસે રહેલા અને દેવતાના હાથમાં રહેલી બંસી વીણાના આકાર દેખી દિવ્ય વનિની ભાવના કરવી. એમ બીજી પણ યથાયોગ્ય સર્વ ભાવના પ્રગટપણેજ થઈ શકે એમ છે માટે તેની ભાવના કરવી. ભાવપૂજાનો વિચાર સંપૂર્ણ થયા.
સામગ્રીના ભેદે પૂજાના પ્રકારે. (૧) પંચ ઉપચારિકી પૂજા, (૨) અષ્ટ ઉપચારિકી પૂજા (૩) દ્વિવંતને કરવા યોગ્ય સર્વોપચારિકી પૂજા, એમ ત્રણ પ્રકારની પૂજા શાસ્ત્રોમાં ગણાવી છે.
પંચોપચારિકી પૂજા. “પુષ્પપૂજા, અક્ષતપૂજા, ગંધપૂજા ધૂપપૂજા,દીપપૂજા, એમ પંચોપચારિકી પૂજા સમજવી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org