________________
.
પ્રથમ વિન-ચાઇ I
[૨૭]
પૂજા વિષે, જે કંઈક પ્રાણને સ્નાન કરવાથી પણ જો ગુમડું, ચાહું, ઘાવ વિગેરેમાંથી પરૂ કે રસી ઝરતાં બંધ ન થવાને લીધે દ્રવ્યથંદ્ધિ ન થાય તો તે પુરુષે અંગપૂજા માટેના પિતાના ફેલ ચંદનાદિક બીજા કેઈને આપીને તેની પાસે ભગવાનની પૂજા કરાવવી, અને પતે દૂરથી અપૂજા (ધૂપ, અક્ષત, ફળ ચડાવીને) તથા ભાવપૂજા કરવી. કેમકે, શરીર અપવિત્ર હોય ત્યારે પૂજા કરે તો લાભને બદલે આશાતનાનો સંભવ થાય છે, માટે તેને અંગપૂજા કરવાનો નિષેધ છે. કહ્યું છે. કેઃ
આશાતના થવાનો ભય ન રાખતાં અપવિત્ર અંગે (શરીરના કેઈપણ ભાગમાંથી પર કે રસી વિગેરે વહેતી હોય તો) દેવપૂજા કરે, અથવા જમીન ઉપર પડી ગયેલાં ફૂલથી પૂજા કરે, તે તે ભવાંતરમાં ચંડાળની ગતિને પામે.
આશાતના કરવાથી થતા નુકશાન વિષે દૃષ્ટાંત. કામરૂપ નગરમાં કાઈક ચંડાળને ઘેર એક પુત્ર ઉત્પન્ન થયે. તેનો જન્મ થતાં જ, તેના પૂર્વભવના વેરી વ્યંતર દેવતાએ, ત્યાંથી હરણ કરીને તેને વનમાં મૂક્યો. એ વખતે કામરૂપ પટ્ટણને રાજા, વનમાં ફરવા નીકળેલો હતો, તેણે તે બાળકને વનમાં પડેલે દેખી પિતે અપુત્રીઓ હોવાથી, તેને પિતાના દરબારમાં લાવીને, પુણ્યસાર એવું નામ આપી, પાળીપષીને યૌવનાવસ્થા સુધી પહોંચાડ્યો. છેવટે તેને રાજ્ય આપી, રાજાએ દીક્ષા લીધી અને સંજમ પાળતાં વિચરીને, કેટલેક કાળે તે કેવળજ્ઞાન પામી, પાછા કામરૂપ પટ્ટણે આવ્યા ત્યારે પુણ્યસાર રાજા તેમજ નગર લોકો તેમને વંદન કરવા આવ્યા. આ અવસરે પુણ્યસારને જન્મ આપનારી, જે તેની ચંડાળણું માતા હતી, તે પણ ત્યાં આવી. સર્વ સભા સમક્ષ રાજાને દીઠો કે, તરત જ તેણુના સ્તનમાંથી દૂધની ધારા છૂટી, ધરતી પર પડવા લાગી. આ જોઈ રાજાના મનમાં ઘણું આશ્ચર્ય લાગવાથી, તે કેવળી મહારાજને પૂછવા લાગ્યો કે-હે મહારાજ ! આ ચંડાળણીના સ્તનમાંથી મને દેખીને દૂધની ધારા કેમ છૂટી? કેવળીએ કહ્યું કે-રાજન્ ! એ તારી માતા છે, મેં તે તને વનમાં પડેલે દેખી ત્યાંથી ઉઠાવી લીધા હતા. રાજા પૂછવા લાગ્યો કે–સ્વામિન્ ! શા કર્મથી હું ચંડાળના કુળમાં ઉત્પન્ન થયે? ઉત્તર આપતાં કેવળીએ જણાવ્યું કે-પૂર્વભવમાં તું વ્યાપારી હતા. તે એકદા જિનેશ્વરની પૂજા કરતાં પુપ જમીન ઉપર પડેલું હતું તે ચડાવવા લાયક નથી એમ જાણતાં છતાં પણ એમાં શું થયું? એમ અવજ્ઞા કરીને પ્રભુને તે ચડાવ્યું હતું, તેથી તું ચંડાલ થયે છે. કહેલું છે કે:–અયોગ્ય ફળફુલ કે નૈવેદ્ય ભગવાનને ચડાવે તે તે પ્રાયઃ પરલોકમાં નીચ કુળમાં ઉત્પન્ન થવાનું કર્મ બાંધે છે. . તારા પૂર્વભવની જે માતા હતી તેણીએ એક દિવસ શ્રીધર્મ(રજસ્વળા)માં આવેલી છતાં પણ દેવપૂજા કરી, તે કર્મથી મરણ પામ્યા પછી ચંડાળણું થઈ છે. આવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org