________________
પ્રથમ નિત્યકર
[ ૧૭ ]
ભક્ત જે તપ દ્વારા દસ હજાર વર્ષની આયુ-સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેટલાજ તપથી જિનવરને ભક્ત, પલ્યોપમ કોટી પ્રમાણ આયુ:સ્થિતિને દેવલોકમાં પ્રાપ્ત કરે છે. એમ દરરોજ એક, બે કે ત્રણ મુહૂર્તની વૃદ્ધિ કરવાથી એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસનું ફળ બતાવ્યું છે.”
એવી રીતે યથાશક્તિ જે તપ કરે તેને તેવું ફળ બતાવ્યું છે. એ યુક્તિપૂર્વક ગ્રંથસહિત પચકખાણુનું ફળ ઉપર પ્રમાણે સમજવું.
જે જે પચકખાણ કરેલાં હોય તે તે વારંવાર યાદ કરવાં. તેમજ જે જે પચ્ચખાણ હોય તેને વખત પૂરો થવાથી આ અમુક પચખાણ પૂરું થયું એમ વિચારવું. વળી ભેજન વખતે પણ યાદ કરવું. જે ભેજન વખતે પચકખાણને યાદ ન કરે તો કદાપિ પચ્ચખાણને ભંગ થઈ જાય છે.
અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું સ્વરૂપ, ૧ અશન–અન્ન, પકવાન, માંડા, સાથુઓ વિગેરે જે ખાવાથી ક્ષુધા (ભૂખ) શમે તે અશન કહેવાય. ૨ પાન-છાસ, મદિરા, પાણી તે પાણી કે પાન કહેવાય. ૩ ખાદિમ (ખાદ્ય)–સર્વ જાતિનાં ફળ, મેવા, સુખડી, સેલડ, પાંખ, વગેરે ખાદિમ ગણાય છે. ૪ સ્વાદિમ (સ્વાઘ)-સુંઠ, હરડે, પીંપર, મરી, જીરૂ, અજમે, જાયફળ, જાવંત્રી, કસેલે, કા, ખેરફાર, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવંગ, કુઠ, વાવડિંગ, બીડલવણ, અજમેદ, કુલિંજન (પાનની જડ), પીપળી મુળ, ચણકબાબ, કચુરો, મોથ, કાંટાળીએ, કપુર, સંચળ, હરડાં, બહેડાં, કુંભઠ (કુમઠીયા), બાવળ, ધવ (ધાવડી), ખેર, ખીજડે, પુકરમૂળ, જવાસો, બાવચી, તુળસી, કપુર, સોપારી, વિગેરે વૃક્ષોની છાલ અને પત્ર એ ભાગ તથા પ્રવચનસારે દ્ધારાદિકના અભિપ્રાયથી સ્વાદીમ ગણાય છે અને ક૯૫વ્યવહારની વૃત્તિના અભિપ્રાયથી ખાદિમ ગણાય છે. કેટલાક આચાર્ય એમ જ કહે છે કે અજમો એ ખાદિમ જ છે. | સર્વ જાતિના સ્વાદિમ, એલચી કે કપુરથી વાસિત કરેલ પાણું દુવિહારના પચ્ચખાણમાં કપે (વાપરી શકાય). વેસણુ, વરીયાળી, શેવા (સુઆ) આમલગંઠી, આંબાગેટી, કોઠાપત્ર, લીંબુપત્ર, પ્રમુખ ખાદિમ હોવાથી પણ દુવિહારમાં ક૯પે નહીં. તિવિહારમાં તો ફકત પાણુ જ કરે છે. પણ ફુકારેલ પાણી, ઝામેલ પાણુ, તથા કપુર, એલચી, કાથો, ખેરસાર, સેલ્લક, વાળ, પાડળ વગેરેથી વાસેલ પાણી નીતરેલ (સ્વચ્છ થયેલ) ગાળેલું હોય તે કપે, પણ ગાળેલ ન હોય તે ન કપે.
યદ્યપિ શાસ્ત્રોમાં મધ, ગોળ, સાકર, ખાંડ, પતાસાં સ્વાદિમપણે ગણવેલાં છે, અને દ્રિાક્ષનું પાણી, સાકરનું પાણી, અને છાસ પાનકમાં (પાણીમાં) ગણવેલ છે; પણ દુવિહાર પ્રમુખમાં ન કપે એ વ્યવહાર છે. નાગપુરીયગચ્છના ભાગમાં કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org