________________
[ ૨૬ ].
શ્રાવિધિપ્રજાના
સૂર્યના ઉદય પછી કાળપચ્ચખાણુ યુદ્ધ થતું નથી. જે સૂર્યના ઉદય પહેલાં નમુકારસહી વિના પૌરસી આદિ પચ્ચખાણ કર્યા હોય તો તે પચ્ચખાણની પૂર્તિ ઉપર બીજું કાળપચ્ચ ખાણુ યુદ્ધ થતું નથી, અને તેની અંદર તે શુદ્ધ થાય છે. એવી રીતે વૃદ્ધ વ્યવહાર છે. નવકારસહી પચખાણનું પ્રમાણ તેના આગાર થોડા હોવાથી મુહૂર્તમાત્ર(બે ઘડી)નું છે. અને બે ઘડી કાળ વિત્યા પછી પણ જે નવકાર ગણ્યા વિના ભેજન કરે છે તો તેના પચ્ચખાણનો ભંગ થાય છે. કેમકે “૩ સુરે નમુદિગંએમ પાઠમાં નવકાર ગણવાનું અંગીકાર કરેલું છે.
પ્રમાદનો ત્યાગ કરવાવાળાએ ક્ષણમાત્ર પણ પચકખાણ વિના નહીં જ રહેવું. નવકારશી પ્રમુખ કાળપચકખાણ પૂરું થાય તે વખતે જ ગ્રંથી સહિતાદિ પચખાણ કરવાં. ગ્રંથસહિત પચ્ચખાણ બહુ વાર ઔષધ ખાનારા તથા બાળગ્લાનાદિક(માંદા વિગેરે)થી પણ સુખે બની શકે એવું છે. વળી નિરંતર અપ્રમાદપણાનું નિમિત્ત હોવાથી મહાલાભકારક છે જેમકે, નિત્ય માંસાદિકમાં આસક્ત એવા વણકરે માત્ર એક વાર ગ્રંથસહિત પચ્ચખાણ કર્યું હતું તેથી તે કપર્દિક નામનો યક્ષ થયો. કહેવું છે કે –“જે પ્રાણી નિત્ય અકમાદી ગણાતા ગ્રંથસહિત પચ્ચખાણ પારવા માટે ગ્રંથી બાંધે છે તે પ્રાણએ સ્વર્ગ અને મોક્ષનું સુખ પોતાની ગાંઠે બાંધ્યું છે. જે પ્રાણીઓ અચૂક નવકાર ગણુને ગંઠસહિત પચ્ચખાણ પાળે છે (પારે છે) તેઓને ધન્ય છે; કેમકે તેઓ ગંઠસહિત પચ્ચખાણને પાળતા પિતાના કર્મની ગાંઠને પણ છોડે છે. જે મુક્તિ નગર જવાના ઉદ્યમને વાંછતા હોય તો ગ્રંથી સહિત પચખાણ કર. કેમકે, જૈન સિદ્ધાંતના જાણ પુરુ ગ્રંથી સહિત પચ્ચખાણનું અણુસણના જેટલું પુણ્ય પામવાનું બતાવે છે.”
રાત્રે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરનાર એક આસને બેસી ભજન સાથે જ તાંબુલ કે મુખવાસ વાપરી વિધિપૂર્વક મુખશુદ્ધિ કીધા પછી જે ગ્રંથી સહિત પચખાણ પાળવા ઘંથી બાંધે છે, તેમાં દરરોજ એક વાર ભજન કરનારને દર માસે ઓગણત્રીસ અને બેવાર ભેજન કરનારને અઠાવીસ ચેવિહારા ઉપવાસનું ફળ મળે એ વૃદ્ધવાદ છે. (ભોજન સાથે તાંબલ, પાણી વિગેરે વાપરતાં દરરોજ ખરેખર બે ઘડી વાર લાગે છે તેથી એક વાર ભજન કરનારને દરેક માસે ઓગણત્રીસ ઉપવાસનું ફળ મળે છે, અને બેવાર ભેજન કરનારને દરરોજ ચાર ઘડી વાર જમતાં લાગવાથી દરેક માસે અઠાવીસ ઉપવાસને લાભ થાય, એમ વૃદ્ધ પુરુષ ગણાવે છે.) જે માટે “પઉમચરિય” માં કહેલ છે કે –
“જે પ્રાણ સ્વભાવથી નિરંતર બે વાર જ ભજન કરે છે તેને દર માસે અઠાવીસ ઉપવાસનું ફળ મળે છે. જે પ્રાણ દરરોજ એક મુહૂર્ત (બે ઘડીવાર ) માત્ર ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે તેને દર માસે એક ઉપવાસનું ફળ મળે છે. અન્ય દેવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org