SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Māņdavagadhanā : Śri Pramadapārsvadeva 289 શું આજ ચિત્કોશની સાથે થોડાં વર્ષ પહેલાં બાહડપુત્ર મંડળ દ્વારા લખાવેલ પૂર્વ-કથિત સિદ્ધાન્તકોશનો કોઈ સંબંધ હશે કે કેમ તે કહી શકાતું નથી, પણ એટલું તો નક્કી છે કે બન્ને કોશોની પ્રતિલિપિઓ છિન્નભિન્ન થયેલી છે. પહેલી આજે પાટણમાં, બીજી રાધનપુરમાં, ત્રીજી સૂરતમાં અને ચોથી લીંબડી (સૌરાષ્ટ્ર) માં છે. શેષનો પત્તોય નથી. આ બધા પ્રમાણોથી જે માહિતી મળે છે તેનો સરવાળો નિમ્નાનુસાર છે: શ્રી સિદ્ધાન્તરુચિ આચાર્ય શ્રીજિનભદ્રસૂરિના શિષ્ય હતા અને શ્રીજિનભસૂરિ તથા શ્રીજિનચન્દ્રસૂરિના ગચ્છાધિપત્ય સમયમાં વિદ્યમાન હતા. ૧૪૮૪ માં તેઓ ગણિ હતા. સં. ૧૫૧૯ ની પૂર્વ એમને મહોપાધ્યાય પદવી મળી હતી. તે ઓકવિ અને વિદ્વાન તરીકે પ્રસિદ્ધ હતા. એમના શિષ્ય શ્રીસાધુસમ સં. ૧૫૧૯ માં અને વિજયસોમ સં. ૧૫૩૨ માં વિદ્યમાન હતા. શ્રીસિદ્ધાન્તરુચિ તથા એમના ગુરુ અને શિષ્યમંડલની વિશેષ સંબંધ માંડવગઢ સાથે હતો. ત્યાં તેઓનું ગમનાગમન અને વિવિધ ધર્મકાર્યો થલ હતાં શ્રી સિદ્ધાન્તરુચિ સ્વયં સુલતાન ગ્યાસુદ્દીનના રાજત્વકાલમાં (સં. ૧૫૨૫-૫૬ ) ઓછામાં ઓછું એકવાર માંડુમાં આવ્યા અને તેમની પંડિત સભામાં વિજ્યી થયા હતા. શ્રીપ્રમદ પાર્શ્વનાથ સ્તવનની રચનાને માટે આચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિનો ગચ્છપતિ. સમય અર્થાત્ સં. ૧૫૧૫ થી ૧૫૩૭ સુધીનો સમય નિશ્ચિત થાય છે. સ્તવનથી અનુમાન થાય છે કે તે સમયમાં માંડમાં શ્રીપ્રમદ પાર્શ્વનાથનું મંદિર વિદ્યમાન હતું. આટલું જ નહીં, પરંતુ “ ” આ “ ” શબ્દથી કહી શકાય કે તે મોડુના ઠેઠ પૂર્વ ભાગમાં કંઈક ઊંચા સ્થાન પર આવેલું યા પોતે જ પણ એક ઊંચી ઈમારત હશે. એટલે પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયયતીન્દ્રસૂરિજીનું અનુમાન કે લોહાની દરવાજા પાસે જેને ખાંડપારાઓ જે દેખાય છે તે જ ભૂતપૂર્વ પ્રમદ પાર્શ્વનાથના મંદિરના અવશેષો હોવા જોઈએ એમ યથાર્થ પ્રતીત થાય છે. કારણ કે આ સ્થાનની ટેકરીની ઢાળનું મુખ સીધું પૂર્વ ક્ષિશાતરફ આવ્યું છે અને તે એટલી ઊંચી છે કે સૂર્યનાં પહેલાં કિરણો આજ મંદિરના શિખરોનો સ્પર્શ કરી શકતાં હતાં. આ મંદિર કયા સમયમાં નિર્માણ થયું હતું તેનું અનુમાન કરવું કઠિન છે. સંભવતઃ શાદિયાબાદ નામ પાડચા પછી, અર્થાત્ સુલતાન મુહમ્મદ ગોરીના એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001785
Book TitleCharlotte Krause her Life and Literature
Original Sutra AuthorN/A
AuthorShreeprakash Pandey
PublisherParshwanath Vidyapith
Publication Year1999
Total Pages674
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Biography, & Articles
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy