SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 288 Dr. Charlotte Krause : Her Life & Literature છે. તે બે લેખો પ્રમાણે તેઓએ સં. ૧૫૨૪ માં એક શ્રેયાંસનાથ પ્રતિમા અને સં. ૧૫૨૮ માં એક નમિનાથ પ્રતિમાની પ્રતિષ્ઠા ત્યાં કરી હતી. પહેલી પ્રતિમા આજે પણ માંડુમાં, અને બીજી બિહારના એક મંદિરમાં છે. શ્રી મેરુસુન્દર કૃત “શીલોપદેશમાલા' બાલાવબોધની પ્રશસ્તિથી જ્ઞાત થાય છે કે આ ગ્રંથ સં. ૧૫૨૫ માં શ્રીકિજનભદ્રસૂરિના શિષ્ય શ્રીજિનચન્દ્રસૂરિએ માંડવગઢનિવાસી શ્રીમાલકુલમાં ઉત્પન્ન સંઘપતિ શ્રીધનરાજની પ્રાર્થનાથી શ્રીરનમૂર્તિ વાચનાચાર્યના શિષ્ય શ્રી મેરુસુન્દર દ્વારા રચાયો હતો. આ ધનરાજ એ જ મહાશય હોવા જોઈએ કે જેમને ઉપર શ્રીજિનભદ્રસૂરિના ભકત તરીકે ઉલ્લેખ કરવામાં આવેલા છે. શ્રી સિદ્ધાન્તરુચિ પોતે શ્રીજિનભદ્રસૂરિના શિષ્ય અને શ્રીજિનચન્દ્રસૂરિના નાના ગુરુભાઈ હતા. ૯મનું નામ સં. ૧૪૮૪ માં રચેલી ‘વિજ્ઞપ્તિ ત્રિવેણી "" માં અને અન્યાન્ય બીજા મુનિઓના નામ સાથે પં. સિદ્ધાન્તરુચિ ગણી તરીકે ઉલ્લિખિત મળે છે. એમના શ્રી સાધુસોમ, શ્રી વિજયસોમ અને શ્રી અભયસોમ નામના ત્રણ શિષ્યોના ઉલ્લેખ મળે છે. તેમાંના પહેલા શિષ્ય શ્રીસાધુસોમ દ્વારા, સં. ૧૫૧૯ માં રચાયેલ શ્રી જિનવલ્લભસૂરિ કૃત “મહાવીર ચરિત્ર” ની ટીકાની પ્રશસ્તિમાં એવો નિર્દેશ છે કે કર્તાના ગુરુ શ્રી જિનભદ્રસૂરિશિષ્ય શ્રીસિદ્ધાન્તરુચિ મહોપાધ્યાયે સુપ્રસિદ્ધ શ્રીજીરાવલ્લી પાર્શ્વનાથના પ્રસાદથી વરદાન મેળવીને શ્રી ગ્યાસુદ્દીન શાહની મહાસભામાં વાદીઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. બીજા શિષ્ય શ્રીવિજયસોમ દ્વારા સં. ૧૫૩૨ માં લિપિકૃત “શ્રી ભગવતીસૂત્ર””, “શ્રીદર્શનશુદ્ધિ” અને “શ્રીખરતરગચ્છ સામાચારી” આ ત્રણ ગ્રંથોની પ્રતિલિપિઓની પુષ્પિકાઓમાં પણ શ્રીસિદ્ધાન્તરુચિનું નામ મહોપાધ્યાય તરીકે ઉલ્લિખિત છે. ત્રણે ગ્રંથોમાં શ્રીજિનભદ્રસૂરિના પટ્ટધર શ્રીજિનચન્દ્રસૂરિના ગચ્છપતિત્વનો નિર્દેશ છે, અને ત્રણેનું લેખન શ્રીમાલજ્ઞાતીય ઠકુરગોત્રીય સંધપતિ જયતાપુત્ર શ્રીમંડનના વ્યયથી હતું કે જેમના ખર્ચથી સં. ૧૫૨૮ માં “વસુદેવ હિંડી”૨૦ ના બીજા ભાગની પ્રત પણ શ્રીપદ્મમૂર્તિગણિ શિષ્ય શ્રીમેરુસુન્દર' દ્વારા લખાવવામાં આવી હતી. ચારે ગ્રંથોની પ્રતિલિપિઓ જયતાપુત્ર મંડને (માંડને ) માંડવગઢના ચિત્કોશ-જ્ઞાનભંડારને માટે કરાવી હતી આ આશયની ચારેમાં પણ ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001785
Book TitleCharlotte Krause her Life and Literature
Original Sutra AuthorN/A
AuthorShreeprakash Pandey
PublisherParshwanath Vidyapith
Publication Year1999
Total Pages674
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Biography, & Articles
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy