________________
२४
ની
વિશ્વની સપાટી પર ધર્મ વડે આગળ વધી શકશે. કેળવાયેલો વર્ગ પ્રાયઃ સુધારક વિચારેને પક્ષધારક બનશે ગચ્છના નામે જેમ ભૂતકાળમાં પરસ્પર વિરોધ હતા, તેમ નવા કારણે મનુષ્યો અરૂચિ યુકત થઇ પ્રાચીન અને નવ્ય સુધારક પક્ષ એવાં નામેએ મંડલો ઉત્પન્ન કરશે. તે સમયે ગચ્છની તકરાર મતે સંબંધી લક્ષ્ય દેવામાં નહિ આવે અને તેની ચર્ચાઓ કાલાંતરે દબાઈ જશે અને તેનું રૂપ પ્રાચીન સંરક્ષક વર્ગ અને નવ્ય સુધારક વર્ગ એ બેના ભાવાર્થ વિશિષ્ટ મંડલ લેશે. તેઓમાં પરસ્પર વિરોધ સંઘટ્ટનથી પરસ્પર શકિતની હાનિ થશે, પરંતુ બંને સ્વસ્વ આશયને વળગી સ્વસ્વ વિચારેને પ્રચારતા બંને અમુક રૂપમાં ફાવશે. કાલ કાલનું કાર્ય કરશે, અને અનેક વિચારાચાર રૂપાંતરેએ સાધુ, સાધવી, શ્રાવક અને શારીકાની વાસ્તવિક સ્થિતિ પ્રગતિ થયા કરશે.
ભવિષ્યની પ્રજા સંપ્રતિ જે જે વીર્ય હાનિકર ચર્ચાએમને અને મહાસંઘ પાર્થય પ્રવૃત્તિના કલેશે થાય છે તેને ઈતિહાસ વાંચીને વડવાઓની ચુર્ણતા પર હસશે અને પ્રગતિના વારસે આપવાના અભાવે તેઓના નામની ઘરને કબરને અવગણશે, આ પણ એક સમય જે ચેતવામાં નહિ આવે તે ભાવિદેશ સેવક સંઘ સેવકો અને ઉદાર દણયા ધર્મના જે સેવકો થશે તેઓના મનમાં આવશે.
રાતે
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org