________________
કલ્યાણક આદિ તિથિ અને પર્વતિથિઓની બાબતમાં સંવત ૧૯૯૨ પૂર્વે કરતા હતા, તેમ કરવાની વાતમાં હું સંમત થઈ શકું નહિ. અમારા વિ.સં. ૨૦૨૦ના પટ્ટક મુજબ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ હાલ અમે કરીએ છીએ, તેમાં ભલે અમે હાલ ફેરફાર ન કરીએ પણ એ સિવાય બીજું કશું અમારાથી થઈ શકે તેમ નથી.'' આ રજૂઆત સાંભળ્યા પછી પંડિતજીએ કહ્યું કે, “બાર પર્વી અખંડ રાખવાની વાત તો દરેક મુસદ્દામાં પહેલી જોઈશે. એ વિના આ સમાધાન થઈ શકે જ નહિ. બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવી - બોલવી નહિ એટલું કરો.''
આ સાંભળી ગચ્છાધિપતિશ્રીએ કહ્યું કે, ‘“એ શક્ય નથી. તેમ છતાં બાર પર્વતિથિ સિવાયની પણ કલ્યાણકાદિ સઘળી તિથિઓ ઔદયિક અને ક્ષયેપૂર્વાના નિયમ પ્રમાણે જ આરાધવી એવું બધા નક્કી કરતા હોય તો લખવા - બોલવા બાબત વિચારીએ.''
આ મુદ્દા ઉપર વાત આવીને અટકી અને પહેલા દિવસની બેઠક પૂરી થઈ. બીજે દિવસે પંડિતજી બપોરે ત્રણ વાગ્યે શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુભાઈને પોતાની સાથે લઈને આવ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં બપોરે ત્રણ વાગ્યે બેઠક શરૂ થઈ. ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજે પહેલા શ્રેણિકભાઈને સંબોધીને કહ્યું કે, “આ પ્રશ્નો શાસ્ત્રાધારે વિચારણા કરી નિર્ણય કરવો એ શ્રેષ્ઠ
માર્ગ છે, તમારા પિતાશ્રી કસ્તુરભાઈએ આ વિષયનો નિવેડો લાવવા પંચની નિમણૂક કરી સાચો નિર્ણય લાવી આપ્યો છે. જો તેઓએ મજબૂત રહી તેનો અમલ કર્યો હોત અને શ્રીસંઘ પાસે કરાવ્યો હોત તો આજે આ પ્રશ્ન ઊભો ન હોત. ખેર ! જે થયું તે ખરું.''
રામચન્દ્રસૂરિ મહારાજે જણાવ્યું કે, ‘તમારા બધાની | ખૂબ ભાવના છે અને સકળ સંઘ એક યા બીજી રીતે
|
સાચા માર્ગે આવતો હોય તો શાસ્ત્રસાપેક્ષપણે સમાધાન માટે વિચારવાની મારી ના નથી. બાકી કોઈ પણ વિચારણા શાસ્ત્રને બાજુએ રાખી મરજી મુજબ તો ન જ થાય.'' હવે ગચ્છાધિપતિશ્રીએ ગઈ કાલની વાત આગળ ધપાવતા કહ્યું કે, ‘ભાદરવા સુદ ચોથ ઔદયિકી આરાધના નક્કી કરવી હોય તો પાંચમની ક્ષયવૃદ્ધિએ છઠ્ઠની ક્ષયવૃદ્ધિવાળા પંચાંગનો આશરો લેવાની વાત વિચારવામાં વાંધો નથી. વળી ભાદરવા સુદ પાંચમની સંવત્સરી અંગે પણ ગઈ કાલે જે શરતો વિચારી હતી તે અંગે સર્વસંમત નિર્ણયો લઈ શકાય તો તે મુદ્દો પણ એ રીતે વિચારી શકાય.''
આ પછી મુનિશ્રી હેમભૂષણવિજયજીએ કહ્યું કે, “બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવી બોલવી નહિ એવી વાત અમે સ્વીકારીએ તો તેની સામે કલ્યાણકાદિ અન્ય સઘળી આરાધ્ય તિથિઓની આરાધના તે તે ઉદિત તિથિએ કરવાનું એક તિથિ પક્ષ સ્વીકારે તો તે ન્યાયયુક્ત ગણાશે અને ઉભયપક્ષે બાંધછોડની સમતુલા એથી જળવાશે.’’
Jain Education International
આ સાંભળી પંડિતજીએ સ્પષ્ટ કહી દીધું કે, “અમારો પક્ષ તે સ્વીકારવા તૈયાર થાય તેમ નથી.'' વાતને વણસી જતી જોઈ શ્રેણિકભાઈએ ગચ્છાધિપતિશ્રીને વિનંતી કરી કે, ‘“સાહેબ ! આપ કંઈક રસ્તો કાઢો અને આ વાત સ્વીકારી લો.''
આ સાંભળી વિચાર કરીને ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજે કહ્યું કે, ‘સકળ શ્રી સંઘનું સમાધાન થાય છે તે ખાતર પર્વતિથિની ક્ષયવૃદ્ધિને બદલે પૂર્વની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવા બોલવાનું સ્વીકારીએ
|
શ્રેણિકભાઈએ ગચ્છાધિપતિશ્રીને કહ્યું કે, ‘“સાહેબ ! આખો સમાજ સમાધાન ઝંખે છે. સમાજ એક થશે તો આપણે ખોબા જેટલા જૈનો પણ માથું ઊંચું રાખી શકીશું. શાસ્ત્ર પ્રમાણે થોડું આમતેમ પણ કાંઈક બાંધછોડ કરીને સરખું સમાધાન થાય તો સારું.
પણ અમે અમારી શાસ્ત્રીય માન્યતા પ્રમાણે કલ્યાણકાદિ અન્ય સઘળી આરાધ્ય તિથિઓની આરાધના કરીશું. વળી અમારા પંચાંગમાં આ નવો પટ્ટક જે બને તે ઉપર
શ્રેણિકભાઈની આ રજૂઆતના જવાબમાં આચાર્યશ્રી | મુકી અને નીચે એવો સ્પષ્ટ ઉલ્લેખ કરીશું કે ચાલુ
પર્વતિથિના સત્યની શોધમાં ] ૬૨
For Private & Personal Use Only
www.jainelibrary.org