________________
દિ પ્રાસ્તાવિકમ )
શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘના તમામ હિતચિંતકો માટે દુઃખ જેવી પુરવાર થયેલી તિથિ સમસ્યાનો ઊંડાણમાં ઊતરી તાગ મેળવવાનો એક સંન્નિષ્ઠ પ્રયાસ મેં આ લેખમાળાના માધ્યમથી કર્યો છે. સમગ્ર લખાણમાં શાસ્ત્રપાઠો, ઐતિહાસિક હકીકતો, પરંપરાઓ અને પરિવર્તનોનો જે ઉલ્લેખ કર્યો છે, તે કોઈ પણ પક્ષ કે સમુદાયની શેહશરમમાં તણાયા વિના માત્ર શાસન અને સત્યને જ દષ્ટિ સામે રાખીને કર્યો છે, કોઈ પણ લેખમાં કોઈ પણ વ્યક્તિની કે સમૂહની નિંદા કરવાનો કે તેમને ઊતારી પાડવાનો આશય ખસૂસ નથી, પણ તટસ્થ દષ્ટિએ ક્યાં, શું ખોટું થયું છે, તે શોધી કાઢવાની કોશિષ છે અને થયેલી ભૂલ કઈ રીતે સુધારી શકાય તેનું ચિંતન છે. જ્યાં સુધી આપણો આત્મા વીતરાગ અને સર્વજ્ઞ અવસ્થાને પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી છઘસ્થપણાને કારણે ભૂલો થવાનો સંભવ રહે જ છે, ભૂલ તો ગૌતમ ગણધરથી પણ થઈ હતી, પણ તેમની મહાનતા તેમાં હતી કે ભૂલનો ખ્યાલ આવતાં જ તેમણે મિચ્છા મિ દુક્કડં કહી થયેલી ભૂલને સુધારી લીધી હતી, વીસમી સદીના અનેક ધુરંધર, શાસન પ્રભાવક અને ગીતાર્થ આચાર્ય ભગવંતોની જો કોઈ ભૂલ થઈ જ ન હોત તો આજે તિથિની સમસ્યા આટલી વિકટ બની ન હોત. આ ભૂલો કઈ હતી તેનો તાગ મેળવવાનો પ્રયાસ સત્યાન્વેષી દિષ્ટિ સાથે આ લેખમાળામાં કરવામાં આવ્યો છે. આ વાંચી અનેક દૃષ્ટિએ મહાન આચાર્ય ભગવંતોના વર્તમાન વારસદારો તેનો અર્થ જરાય તેવો ન કરે કે આ લખનારને એ મહાપુરુષો માટે જરા જેટલો પણ દુર્ભાવ છે. એ સાથે અમારા વડીલોએ કોઈ ભૂલ કરી જ નહોતી અને અમે જે પદ્ધતિએ પર્વતિથિઓની આરાધના કરીએ છીએ, એ જ સાચું છે, એવી દુરાગ્રહિતદષ્ટિનો પણ આજે ત્યાગ કરવાની તાતી જરૂર છે. જો વિવિધ પક્ષના અગ્રણી આચાર્ય ભગવંતો આજે પણ પોતાના વડીલો દ્વારા જે કોઈ ભૂલ થઈ હોય તેને સુધારી લેવા જેટલી સરળતા દર્શાવે અને પોતાના સમુદાયના અહંને આઘો કરી જૈન શાસનના હિતને સર્વોપરી સ્થાન આપે તો તિથિની સમસ્યા ચપટી વગાડતાં હલ થઈ શકે તેમ છે, એવો મારો દઢ વિશ્વાસ છે. સમગ્ર તપાગચ્છની એકતાને છિન્નભિન્ન કરતી તિથિની જટિલ સમસ્યાને સૂલઝાવવામાં આ લેખમાળા એક નાનકડું પણ નિમિત્ત બનશે તો તેને મારું અહોભાગ્ય માનીશ, પ્રસ્તુત લેખમાળામાં ક્યાંય જિનાજ્ઞા વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય તો મિચ્છા મિ દુક્કડં !
છે સંજય વોરા
Jain
UPS
TUTVNeT OTER
==
===
== ગમતથિના અવાની ગોદમાં [n . =