________________
શનિ-નીલમ
દર શનિવારે ખાસ કરીને અહીં આપેલા શનિનાં સ્તોત્રોનો પાઠ કર જોઈએ. તે ઉપરાંત આગળ બતાવેલા વિધિ પ્રમાણે શનિનું આરાધન કરવું જોઈએ તથા વિધિપૂર્વક શનિની સિદ્ધ કરેલી વીંટી ધારણ કરવી જોઈએ. આ પ્રમાણે શનિને પ્રસન્ન કરવા માટે જે માણસ યોગ્ય વિધિ કરે છે તેના ઉપર હંમેશા શનિ પ્રસન્ન થાય છે તથા શનિની સઘળી માઠી અસરને નાશ થાય છે અને શુભ ફળની માણસને પ્રાપ્તિ થાય છે.
વિશેષ : માણસનું આયુષ્ય તથા ભારણની બાબતને વિચાર શનિ ઉપરથી કરવામાં આવે છે. આ ઉપરાંત ભય, દુઃખ અને દુશ્મનપણું પણું શનિ ઉપર જ આધાર રાખે છે. હલકા 'માણનું આધિપત્ય સ્વીકારવું તે પણ શનિના કારણે જ બને છે. વધારે પડતી ઊંધ, ગુલામી, મજુરી તથા ગરીબાઈ પણ શનિના ઉપર જ અલ્લુ બેલી હોય છે. પાપી માણસોને લગતાં કામ, અપવિત્ર બાબતે, અપમાનજનક કામ, બીમારી તેમજ મહેનતનાં કામોનો આધાર પણ શનિ ઉપર છે. ખેતીનું કામકાજ તથા તેનાં સાધન તેમજ લોખંડની વસ્તુઓ અને યંત્રો શનિની અસર નીચે ગણાય છે. આ ઉપરાંત ભેંસ, પાડા, કાળી વસ્તુઓ, બરછટ ચીજો વિગેરે પણ શનિના આધિપત્યમાં જ રહેલાં છે. જે માણસની જન્મકુંડળીમાં શનિ શુભ ફળ આપતો હોય અથવા શનિની શુભ દશા ચાલતી હોય કે પછી ગોચરમાં શનિ શુભ ફળ બતાવનાર હોય તો આ તમામ બાબતે માટે સારું જ ફળ મળે છે. જે ગોચરમાં શનિ નબળે હેય અથવા જન્મ સમયે અશુભ ફળ બતાવનાર હોય કે પછી નિર્બળ શનિની દશા કે અંતર્દશા ચાલતી હોય તો તે શનિ ઉપરોકત તમામ બાબતો માટે અશુભ ફળ દર્શાવનાર ગણી શકાય. અને તેથી માણસને ઉપરની સઘળી બાબતોમાં ઉપાધિ આવે. તે ઉપરાંત અનેક પ્રકારે દુખ ભોગવવાનો સમય આવે. શનિને માટે અહીં બતાવ્યા પ્રમાણે આરાધના કરવી ગ્ર. ૨.-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org