________________
મ ગળ.......................................પરવાળું (પ્રવાલ)
મંગળ યુદ્ધને ગ્રહ છે. લાલ રંગ પણ માણસને ઉત્તેજીત કરવાને ગુણ ધરાવે છે. કેઈ વાર તો લાલ રંગ માણસને એટલે બધે ઉત્તેજીત કરે છે કે ગમે તેવા શાંત અને ઠંડા સ્વભાવને માણસ પણ એટલો બધે ઉશ્કેરાઈ જાય છે કે કોઈપણ કારણ વગર જ તે બીજાની સાથે ઝઘડે કરી બેસે છે. આ કારણથી જ મંગળને યુદ્ધને ગ્રહ ગણવામાં આવે છે.
પ્રવાલને રંગ પણ લાલ છે. તથા પ્રવાસમાં પણ મંગળની અસર ઉત્પન્ન કરનારાં જ તો છે. આથી પ્રવાલને મંગળનું જ રત્ન ગણવામાં આવે છે. સમુદ્રના પેટાળમાં રહેતાં એક પ્રકારનાં જંતુઓ પિતાના શરીરમાંથી ખાસ પ્રકારને રસ ઉત્પન્ન કરે છે અને સમુદ્રમાં ચાલતી રસાયણિક ક્રિયાઓથી આ રસ ઠરી જાય છે. આમ પ્રવાલ એ જળકૃત ખડકનો જ એક પ્રકાર છે. આ ખડકને કેરીને સમુદ્રનાં જંતુઓ તેમાં પોતાનો નિવાસ બનાવતાં હોય છે.
દુનિયામાં ઘણી જગ્યાએ સમુદ્રના પેટાળમાં આવા ખડકો જોવામાં આવે છે. ખાસ કરીને હિંદી મહાસાગર તથા બંગાળના ઉપસાગમાં આવા ઘણાં ખડકો આવેલાં છે એમ માનવામાં આવે છે. પ્રવાલને રંગ લાલ હોય છે.
આછા બદામી લાલ રંગથી શરૂ કરી તમામ લાલ રંગમાં પ્રવાલ મળી આવે છે. કોઈ કઈ પત્થર પોચે અથવા બરડ પણ હોય છે. જ્યારે કેટલાક પત્થરો તદ્દન કડક હેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org