________________
રહે અને રને વિશેષ : નીચેની બાબતો ચંદ્રના આધિપત્યમાં ગણાય છે. માતા, માણસનું પોતાનું મન, સમુદ્રનું સ્નાન, ચમરી ગાય, સફેદ ચામર, છત્રી, (છત્ર) પંખે, ફળે, કોમળતા, સફેદ પુષ્પો, અનાજ, ખેતી, કીર્તિ, મોતી, કાંસું, રૂપું, મીઠા પદાર્થો, દૂધ, ધોળાં વસ્ત્રો આ બધી વસ્તુઓ ચંદ્રની અસરમાં ગણાય છે. આ ઉપરાંત પાણી, સ્ત્રીઓ, કેમળ વસ્તુઓ, વિગેરે ઉપર પણ ચંદ્રનો પ્રભાવ હેય છે. વળી ઉત્તમ ભજનો તથા માણસનું રૂપ અને શરીર સંપત્તિ પણ ચંદ્ર ઉપર જ અવલંબન રાખે છે. આથી આ સઘળી બાબતમાં ચંદ્રનું બળ હોવું જરૂરી ગણાય છે.
જે માણસનો ચંદ્ર બળવાન હોય તો ઉપરની સઘળી બાબતો માટે સારું ફળ આપે છે. તથા માણસને ધાર્યા કરતાં વધારે લાભ અપાવે છે. પરંતુ જે ચંદ્ર નબળે હોય અથવા પાપગ્રહના વેધમાં હોય અથવા તો નબળા ચંદ્રની દશા ચાલતી હોય તો તે ચંદ્ર ઉપરની સઘળી બાબતો માટે ઓછાવત્તા પ્રમાણમાં નબળું ફળ આ૫નારે ગણાય છે. તથા તે ચંદ્ર માણસને અનેક પ્રકારે મુશ્કેલીમાં મુકે છે તેમજ નુકશાનમાં ઉતારે છે. ચંદ્રની પ્રસન્નતા માટે અહીં બતાવેલો વિધિ કરવાથી ઉપાધિઓ દૂર થાય છે.
આ ઉપરાંત ચંદ્રના દાનને માટે આગળ જે જે વસ્તુઓ કહી છે તે સઘળી વસ્તુઓ ચંદ્રની પૂજામાં પણ વાપરવી જોઈએ તથા વીટી બનાવવા માટે પણ તે બધી વસ્તુઓમાંથી જ ઉપયોગ કરે જોઈએ. વળી જે માણસને ચંદ્ર નડતો હોય તેણે જાતે સોમવારનું વ્રત કરવું તથા ઉપર બતાવેલી ચાની અસરવાળી ચીજોને બને તેટલે વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ. આ પ્રમાણે કરવાથી ચંદ્રની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તથા સંકટો દૂર થાય છે.
ચંદ્રની પ્રસન્નતા માટે શંકરની પણ આરાધના કરવામાં આવે છે. શંકરની આરાધના કરવા માટે નીચેનો મંત્ર યાનમાં રાખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org