________________
ચંદ્ર-મોતી
રોહિણીશ: સુધા મૂર્તિ સુધાગાત્રઃ સુધાશનઃ | વિષમસ્થાન સંભૂતાં પીડાહરતુ મે વિધુર ઘરા
ઉપર બતાવેલા ત્રણ મંત્રોમાંથી કેઈપણ માત્ર વડે ચંદ્રના ૪૪૦૦૦ જપ પૂરા કરવા. આ રીતે સિદ્ધ કરેલી વીંટી હાથ ઉપર પહેરવી જોઈએ. આ વીંટી પહેરવાથી ચંદ્રની બધી નબળી અસર : દૂર થાય અને સારું ફળ પ્રાપ્ત થાય.
ચંદ્રનાં દાન : ચંદ્રની પ્રસન્નતા માટે દાન પણ આપવામાં આવે છે. ચંદ્રના દાનમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે. સાચું માતી, રૂપું, ચાંદી, સફેદ રેશમી કપડાં, વાછરડા સાથેની ધોળી ગાય અને ઘી. આ ઉપરાંત કપૂર પણ ચંદ્રના દાનની વસ્તુ છે. વળી ચંદ્રની પ્રીતિને માટે વાંસની છાબડી પણ અપાય છે. છાબડીમાં સફેદ રેશમી વસ્ત્ર પાથરીને તેમાં ચોખા ભરવા. તે પછી તેમાં દક્ષિણ, ફળ પાન સોપારી તથા ચંદ્રની મૂર્તિ મૂકવી. આ ઉપરાંત ઉપર બતાવેલી દાનની વસ્તુઓમાંથી પોતાની શક્તિ પ્રમાણેની સઘળી ચીજો પણ તેની સાથે દાનમાં આપવી જોઈએ. ચંદ્રની પૂજામાં ખાસ કરીને સફેદ ચંદન, પોયણું, સફેદ ગુલાબ તથા ભાઈ અને મોગરાના પુષ્પો વાપરવામાં આવે છે.
જે માણસ આ પ્રમાણેને વિધિ કરે તેને કદાપિ ચંદ્રના કારણે પીડા થતી નથી. વળી જે ચંદ્રની દશા ખરાબ હોય અથવા ગોચરમાં ચંદ્ર ખરાબ સ્થાનમાં આવતો હોય કે પછી જન્મ સમયે ચંદ્ર ખરાબ હોય તો પણ ઉપરના વિધિથી તેનું સઘળું ખરાબ ફળ નાશ પામે છે તથા ત્રીજા કે અગિયારમા સ્થાનમાં રહેલા ચંદ્રની જેમ તે ઉત્તમ ફળ આપે છે. આથી ચંદ્રનો વિધિ અવશ્ય કરવો જોઈએ. હવે ચંદ્રનાં સ્તોત્રો જોઈએ, ઝ. ૨.૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org