________________
ગ્રહો અને રત્ન
આ સ્તોત્રના પાઠ કરવાથી માણસને ઉત્તમ સંતાને તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને માણસની કીર્તિ તથા પ્રભાવમાં પણ વધારે થાય છે. આ સ્તોત્રને કાયમ પાઠ કરનાર માણસ ઘણે તેજસ્વી અને બુદ્ધિમાન બને છે.
જે માણસ સૂર્યનાં આ નામનો દર રવિવારે પાઠ કરે તેને કિઈપણ જાતની પીડા થતી નથી તથા કેઈપણ ગ્રહને ઉપદ્રવ થતો નથી. આ સ્તોત્રને પાઠ કરનારને નીરેગિતા તથા લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય છે અને જલદીથી સુખની પ્રાપ્તિ થાય છે.
વિશેષ : નીચેની બાબતો સૂર્યની સત્તામાં રહેલી ગણાય છે. તાંબું, સોનું, પિતા, પિતાને આત્મા, દરેક કાર્યનાં શુભ પરિણામે, માણસને પ્રભાવ, ધીરજ તથા બહાદુરી, તે ઉપરાંત પણ કોઈપણ વાદવિવાદમાં જીત થવી તે પણ સૂર્ય ઉપર અવલંબે છે. વળી રાજ્યની સેવા કરવી, કીર્તિ મેળવવી, પર્વત ઉપર ચઢવું, આ બધાં કામમાં પણ સૂર્યના બળની જરૂર ગણાય.
ઉપર દર્શાવેલાં કાર્યોમાં જે સૂર્ય બળવાન હોય તો માણસને ધાર્યા કરતાં વધારે સફળતા પ્રાપ્ત થાય છે, પણ જે સૂર્ય નબળો હોય તો માણસને પોતાના કાર્યોમાં નિષ્ફળતા મળે છે. તે ઉપરાંત ઉપર દર્શાવેલી બાબતો માટે ઉપાધિઓ ઊભી થાય છે. આથી ઉપરની બાબતે અંગેના કોઈપણ કાર્ય સમયે સૂર્યની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે તેનું આરાધન કરવું ખાસ જરૂરી ગણાય.
આ ઉપરાંત સૂર્યના દાનને માટે જે વસ્તુઓ કહી છે તે જ વસ્તુઓ સૂર્યની પૂજા માટે તથા વીંટી બનાવવાના ઉપયોગમાં લેવી જોઈએ અને માણસે પોતે પણ તે જ વસ્તુઓનો વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ. સૂર્યની પ્રસન્નતા માટે સૌથી પાછળ આદિત્યહૃદય સ્તોત્ર છે તેનો પાઠ પણ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org