________________
માણેક (લાલમણિ )
સૂર્યપ્રકાશનું ત્રિપાર્શ્વની મદદથી વિભાજન કરીને આપણા વૈજ્ઞાનિકોએ આપણને બતાવ્યું છે કે સૂર્યપ્રકાશ જુદા જુદા રંગને બનેલા છે. વળી વિજ્ઞાન આપણને જુદા જુદા રંગોને લીધે ઉત્પન્ન થતી જુદી જુદી અસરે પણ અનેક રીતે બતાવે છે. આપણને દરેક રંગમાંથી અલગ અલગ ત મળતાં હોય છે. આથી તો મેળવવા માટેનું સૌથી ઉત્તમ અને સરળ માધ્યમ તે રંગ. ખાસ અમુક પ્રકારના તત્વ માટે માણસે ચોક્કસ રીતે અમુક જ શુદ્ધ રંગનાં કિરણે લેવાં જોઈએ. અને આ માટે ખાસ કરીને સૂર્યના પ્રબળ કિરણોને કઈ એવા શ્રેષ્ઠ માધ્યમમાંથી પસાર કરવા જોઈએ કે જેથી આપણને જરૂરી તત્વ પૂરતા પ્રમાણમાં મળી રહે.
- જ્યારે જ્યારે જ્યોતિષની દૃષ્ટિએ સૂર્ય નબળો જણાય ત્યારે માણસે એમ સમજવું જોઈએ કે પોતાને અત્યારે સૂર્યના તત્વની ખાસ જરૂર છે. આ તત્વ વધારવા તેણે દૈવી તેમજ માનુષી ઉપાય યોજવા જોઈએ. માનુષી ઉપાયો માટે તેણે રત્નોનું સેવન કરવું તથા સૂર્યના આધિપત્યના પદાર્થોનું સેવન કરવું. સૂર્યના લાલ કિરણે અત્યંત પ્રબળ છે. સફેદ પ્રકાશમાંથી આ કિરણ મેળવવા માટે આપણે લાલ રંગના રત્નને ઉપયોગ કરવો જોઈએ. લાલ રત્ન એટલે માણેક અથવા લાલમણિ.
લાલમણિ દુનિયાના અનેક જુદા જુદા દેશોમાં મળી આવે છે. ખાસ કરીને બ્રહ્મદેશમાં માણેકની અસંખ્ય ખાણે છે. વળી આફ્રીકામાં પણ કેટલીક ખાણમાંથી લાલમણિ મળી આવે છે. ભારતમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org