________________
ગ્રહો અને રત્ન
ગોઠવેલા વર્ણાક્ષરે અમુક જ પ્રકારની અસર ઉતપન્ન કરીને વ્યક્તિને અમુક તત્તવો પૂરાં પાડે છે.
બીજી શક્તિ તે માનુષી પ્રયત્ન. માનુષી પ્રયત્ને માટે આપણે અમુક પદાર્થોનું સેવન વધારીએ છીએ અથવા અમુક પદાર્થો કે જેનું આપણે કદી સેવન ન કરતા હોઈએ તે પદાર્થોનું સેવન આપણે શરૂ કરીએ છીએ. આ પદાર્થોમાં અમુક પ્રકારનાં અનાજ, રત્નો તેમજ અમુક રંગની વસ્તુઓ વિગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ રીતે સેવન કરવામાં આવતી વસ્તુઓ જે પ્રકારનું તત્ત્વ પૂરું પાડે છે તે તત્ત્વ અમુક ગ્રહના આધિપત્યમાં ગણતું હોય છે. અને તેથી આપણે - તે ગ્રહની આરાધના કરીએ છીએ એમ ગણાય છે. વળી તિષ - મારફત આપણે તે જ ગ્રહની વિપરીત સ્થિતિ જોઈએ છીએ અને તેથી તે ગ્રહ નબળે છે એમ ગણીએ છીએ.
આ રીતે ગ્રહ તથા રત્નોને સંબંધ તેમજ ગ્રહોને અમુક ખાસ પ્રકારના રંગ તથા અમુક અનાજ સાથેનો સંબંધ આપણે માનીએ છીએ.
આમ આપણે જ્યારે રત્નોને ઉપયોગ અમુક ખાસ પ્રકારનું તત્ત્વ મેળવવા માટે જ કરવા ઇચ્છીએ તો આપણે સર્વ પ્રથમ તે રત્નને ઓળખવા પ્રયત્ન કરવો વધારે જરૂરી ગણાય અને એ રીતે રોને ઓળખીને કયા રત્નમાંથી આપણને જરૂરી તત્ત્વ પૂરતા પ્રમાણમાં મળે તે જાણી લેવું જોઈએ. આ રીતે રત્નની સાચી પરીક્ષા કરી તેનો ઉપયોગ કરવામાં આવે તો જ આપણા ધાર્યા મુજબ પરિણામ લાવી શકાય. આથી આ પુસ્તકમાં ગ્રહ તથા રત્નો વિશે યોગ્ય વિવરણ કરવામાં આવે છે. કયા રને કયા ગ્રહનું પ્રતિનિધિત્વ દર્શાવે છે? તે રનમાં કેટલા, કેવા પ્રકારો હોય છે ? આપણે જરૂરી તત્ત્વ પ્રાપ્ત કરવા માટે કેવું રન પસંદ કરવું ? આ સઘળી બાબતો અહીં વિસ્તારથી સમજાવેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org