________________
3
જ નથી. તો તેવે વખતે તે પર્વતિથિને અને તેની આરાધનાને જતી કરવી કે કેમ? તેવી જ રીતે જ્યારે પર્વતિથિની વૃદ્ધિ લૌકિક પંચાંગમાં આવે ત્યારે તે બંનેય પર્વતિથિ ઉદયવાળી હોય છે. તો તે બંનેય પર્વતિથિના દિવસે પૌષધ, બ્રહ્મચર્યપાલન,લીલોત્રીત્યાગ કરવા? અથવા તેમાંની પહેલીને પર્વતિથિ માની ચાલવું કે બીજીને?” આવી આપત્તિઓના નિવારણાર્થે પૂ. વાચકવર્ય શ્રી ઉમા સ્વાતિજી મહારાજ ક્ષયે પૂર્વ તિથિ કાર્ય એવું અપૂર્વવિધિ પ્રતિપાદક અને વૃદ્ધો વાર્થી તથોત્તર એવું બીજું નિયામક સૂત્ર બનાવ્યું આ બંને સૂત્ર દ્વારા સ્પષ્ટ આજ્ઞા ફરમાવી કે
જયારે પર્વ તિથિનો ક્ષય હોય ત્યારે તેની પૂર્વેની ઉદયાત એવી અપર્વતિથિને સ્થાને પર્વતિથિ કરવી. એટલે કે-ઉદયાત હોવા છતાં પણ અપર્વતિથિને હડસેલી (તેનો ક્ષય કરીને) તેના જ સ્થાને પર્વતિથિની સ્થાપના કરી દેવી. આથી તે પર્વતિથિ સૂર્યોદય વ્યાપિની બની જતા ઔદયિકી પર્વતિથિ બનવા પામે અને પછી તેની આરાધના કરવી ! એવી જ રીતે જયારે પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ‘ઉત્તરા” એટલે લૌકિક બીજી પર્વતિથિને સૂર્યોદય વ્યાપિની ગણીને તેમાં આરાધના કરવી ! આનો અર્થ એ થયો કે બે બીજ હોય તો બીજી બિજને ઔદયિકી માનીને આરાધવી, એટલે પહેલી બીજ પર્વ તિથિ ન રહેતા અપર્વ બની એટલે કે બે બીજ હોય ત્યારે બે એકમ કરવી.” આમ પર્વ અને પર્વવૃદિધના પ્રસંગ વખતે શાસનપક્ષ' પૂ. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષ અનુસાર જેનીસંસ્કાર આપવા પૂર્વક લીગતિથિને પગ ઉદયાત
Jain Raucation international
www.jainelibrary.org