________________
લેખાંક-૪
પૂ. ઉમાસ્વાતિજી મ. ના પ્રઘોષાનુસાર વર્તનાર શાસનપક્ષ જ ૩મિ . સૂત્રનો સાચો આરાધક છે
લે:-શાસન કંટકોારક સૂરિશિશુ-નરેન્દ્રસાગરસૂરિ
પૂર્વે જણાવ્યું છે તેમ લૌકિકદર્શનોમાં કેટલાક પક્ષો પૂર્વાહાગકાલ વ્યાપિની તિથિ માને છે, કેટલાકો મધ્યાહ્ન કાલવ્યાપિની તિથિ માને છે, કેટલાક અપરાગકાલ વ્યાપિની તિથિ માને છે, તો કેટલાક પ્રદોષકાલ વ્યપિની, મધ્યરાત્રવ્યાપિની તિથિ માને છે, આમ ભિન્ન માન્યતાઓના કારણે તેઓમાં તિથિ કે પર્વારાધન અંગે એકવાકયતા રહેવા પામતી નથી. જયારે લોકોત્તર એવા જૈનશાસનમાં પર્વતિથિઓનું અને તેની આરાધનાનું મહત્વ વધુ હોઇને તિથિ માન્યતા અંગે તેવી ગરબડો ઉભી થવા ન પામે તે માટે શાસ્ત્રકારભગવંતોએ ૩ ના તિથી સાં મા, માહિત્ય ચાર્યો, મનડું વિ. ઇત્યાદિ વચનો દ્વારા નિયમ બાંધ્યો કેસૂર્યોદયના વખતે જે તિથિ ઉદયમાં વર્તતી હોય તેને જ અહોરાત્રની તિથિ ગણવી.
આ સિદ્ધાંતને ઉભો રાખીને પર્વતિથિનું આરાધન કરવા જતાં એક આપત્તિ એ આવે છે કે “જયારે લોકિક પંચાંગમાં બીજ આદિપર્વતિથિનો ક્ષય આવે ત્યારે તે પર્વતિથિ ઉદયવ્યાપિની તો હતી