________________
૫. શાસ્ત્રીય પુરાવાની જે ચોપડી છપાયેલી છે. તેમાં અનેક પાઠો સ્પષ્ટપણે પૂર્ણિમા અને અમાવાસ્યાના ક્ષયે તેરશનો ક્ષય કરવો એમ ફરમાવે છે. નવા વર્ગવાળા તે લેખોને 'જતીનાં લખેલા પાના જગાવે છે. પરન્તુ મહારાજ સત્યવિજયજીએ ક્રિયા ઉદ્ધાર કર્યો એની પહેલાનાં પાઠો છે, અને તે વખતે સંવેગી અને જતી એવો વિભાગ જ ન્હોતો માટે નવા વર્ગને પરંપરા ઉડાવવાની સાથે શાસ્ત્રા પણ ઉડાવાં છે. તેથીજ એમ બોલે છે.)
૬. ૧૯૯૨ થી નવો વર્ગ જુદો પડ્યો તેની પહેલાં શાસન અને પરંપરાને અનુસરનારા તથા તેને લોપવા તૈયાર થએલા (નવા પંથીઓ) એ બધા પુનમ અમાવાસ્યાના ક્ષયે તેરશનો ક્ષય કરતાજ હતા. શાસન વિરોધી વર્ગ બહુશ્રુત અને બહુસંમત હોય, તો પોતાની વધારે દુર્ગતિ કરે તેમ કહીને આ નવો વર્ગ, તે પુનમ અમાવાસ્યાનો ક્ષય છે. પણ ચૌદશ તો ઉદયવાળી છે, તેને કેમ ખસેડાય”? એવો કુતર્ક કરે છે, પરંતુ જો શ્રી હીરસૂરીશ્વરજીનો ત્રયોદશી ચતુર્દશ્યોઃ” એવો પૂનમના ક્ષય વખતનો જે પાઠ છે તે વિચારશે તો નવો વર્ગ પણ ઉદયનો આગ્રહ છોડી સત્ય માર્ગ મેળવી શકશે.
(ઉદયના નામે પર્વતિથિનો ક્ષય માનવો એ કેવળ તે મતની નવીન જકલ્પના છે. તેમના મતે તો શ્રી હીરસૂરિજી અને તે પછીના અત્યાર સુધીના થયેલ સર્વપુરૂષો ઉદયને સમજતા જ નહિ હોય ! શાસન અને પરંપરાથી વિરૂધ્ધ એવું જુઠું પકડનાર મનુષ્ય જ્યારે શાસન અને પરંપરાને અનુસરનારા પુરૂષોની વગર ભુલે ભુલ કહેવા બેસે ત્યારે તો શાસન પ્રેમીયોને કેટલું આશ્ચર્ય થાય ? એક પણ પુરાવો કે