________________
છે કે સામાન્ય સર્વ તિથિના વ્યવહારને માટે આ નિયમ બાંધવામાં આવ્યો છે. અર્થાત સામાન્ય સર્વ પર્વોને અંગે સૂર્યના ઉદય કાળમાં વ્યાપવાવાળી તિથિ જૈનોએ વ્રત નિયમની આરાધનામાં કબુલ કરવી, પરંતુ પૂર્વાણ વ્યાપિની આદિનો રિવાજ જૈનોએ વ્રત નિયમોની આરાધનમાં કોઇ પણ પ્રકારે માની શકાય તેમ નથી, એટલું જ નહિ પરંતુ જૈન, જૈનપણું ધારણ કરે અને પૂર્વાહણ વ્યાપિની આદિ તિથિ માનીને તે પ્રમાણે વ્રત નિયમો તે કરે એટલે સૂર્યઉદયથી ઉપવાસ વિગેરે ન કરે પરંતુ પહોર દિવસ ચઢયા પછી કે બે પહેાર થયાપછી કે સંધ્યાની વખતે કે તે તિથિ હોય ત્યારે પર્વ તહેવારની આરાધનાને માટે તેને માને અગર તેના વ્રત નિયમો ત્યાંથી શરૂ કરે તો તે જૈન કહેવડાવનારા મનુષ્યો જૈનના ઉપવાસાદિ નિયમો અને પૌષધાદિ વ્રતોને આરાધી શકતા નથી. એટલું જ નહિ તેઓ વ્રત નિયમોની શ્રધ્ધાથી પણ ખસી ગયેલા છે.માટે તેઓને આજ્ઞાભંગાદિ દોષો લાગે એવું કહેવામાં કોઇ પણ પ્રકારે અસભ્ય વાકયપ્રયોગ થતો કહેવાય નહિ.
જયારે આવી રીતે યંમિ ગાથાના પ્રકરણને અનુસરતો અર્થ કરાશે ત્યારે જ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તે પર્વતિથિજ પહેલાંની અપર્વતિથિને પર્વતિથિ તરીકે આરાધવા માટે જ્યે પૂર્વી તિથિઃ વ્હાર્યા એ વાકયથી પડવા વગેરે અપર્વતિથિને બીજ આદિ પર્વતિથિપણે સ્વીકારાય છે. એમાં આજ્ઞાભંગાદિ દોષો લાગશે નહિ. એમ માની શકશે. જો ઉદય વગરની તિથિ કરવાથી જ મિથ્યાત્વ હોયતો એકમ વગેરને દિવસે બીજ આદિ પર્વ તિથિ
Jain Education International
८
Personal Use Only
www.jainelibrary.org