________________
જેઓ ઉદયને સ્પર્શવાવાળી તિથિને જ અર્થાત ઉદય વ્યાપિની તિથિને જ માનનારાઓ છે.
આજ કારણથી શાસ્ત્રકાર પૂર્વાણ વ્યાપિની આદિ તિથિઓ કે જે જૈન આર્ય પ્રજાની અપેક્ષાએ અપ્રમાણિક છે. તેમાં પર્વ અને તહેવારોની આરાધના કરનારાઓ અખંડિત આરાધના કરનારાઓ નથી, પરંતુ તેઓની આરાધના ખંડિત જ થાય છે. તેજ અપેક્ષાએ એજ ગાથામાં આગળ જણાવે છે કે રૂથરી વરમાળા નાણામંા. એથી સ્પષ્ટપણે જણાવે છે કે – પૂર્વાણ વ્યાપિની આદિ તિથિમાં જો વ્રત નિયમો કરવામાં આવે તો આજ્ઞાભંગ વિગેરે દોષો લાગે છે.
કેટલાક મનુષ્યો, પ્રકરણને સમજતા નહિ હોવાથી આ વાક્યનો એવો અર્થ કરવા તૈયાર થાય છે કે ઇતર એટલે સૂર્ય ઉદય વગરની તિથિ અર્થાત સૂર્ય ઉદય વગરની તિથિ માં જે પર્વતહેવાર કરવામાં આવેતો આજ્ઞાભંગ, મિથ્યાત્વ અને નવસ્થાદીદોષો લાગે છે. પરંતુ તેવી રીતે પ્રકરણને જાણ્યા સિવાય અર્થ કરનારા મનુષ્યોએ પર્વ તિથિના ક્ષયની વખતે જે જે પર્વતિથિની આરાધના કરાય છે તે બધી આજ્ઞાભંગાદિ દોષવાળી છે એમ માનવું જ જોઇશે, કેમકે આટલી વાત તો ચોખ્ખીજ છે કે ક્ષય પામેલી તિથિ સૂર્યના ઉદયની સાથે સ્પર્શ કરતી હોતી નથી, અને તેથી જ બીજ આદિ પર્વતિથિના ક્ષયની વખતે જે પડવા વગેરેના દિવસે બીજ આદિ પર્વોની આરાધના તેઓ પાગ જે કબુલ કરે છે, તે શું આજ્ઞાભંગાદિ દોષ યુકત જ હમો કરીએ છીએ એમ માનીને તે કબુલ કરતા હશે ? પ્રકરાગને યથાસ્થિતપાગે જાગનારો મનુષ્ય તો હેજે સમજી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org