________________
ચાલુ રિવાજ આગમથી અવિરૂદ્ધ આચરણ છે કે તેથી ભિન્ન ? તેની નગ્ન સત્ય ઉષણા પૂજ્ય આચાર્યવએ શ્રી જૈન સમાજને કરી સાચી વસ્તુ સ્થિતિથી વંચિત ન રાખવો જોઈએ. જે ઉપર્યુક્ત બાબતની સત્ય ઉદ્ઘોષણા શાસ્ત્રોક્ત અને સાચી આચરણાનુસાર સમાજ સન્મુખ ધરવામાં આવે તે તિથિને અંગે વખતોવખત ઉપસ્થિત થતી વિષમ સ્થિતિ થવાનું કારણ ભાગ્યે જ રહેવા પામે. જૈનદર્શનમાં ફરમાવાયેલા સંવત્સર.
પરમતારક શ્રીજિનેશ્વરદેવના શાસનમાં પાંચ સંવત્સર ફરમાવાયેલા છે. તે અંગે ફરમાવવામાં આવ્યું છે કે –
आइन्चो उदु चंदो, रिक्खो अभिवडिओ य पंचेए । संबच्छरा जिणमए, जुगस्समाणे विधीयन्ते ॥ ३३ ॥
ભાવાર્થ –આદિત્યસંવત્સર, ઋતુ-કર્મસંવત્સર, ચંદ્રસંવત્સર, નક્ષત્રસંવત્સર અને અભિવધિતસંવત્સર-એ રીતે પાંચે સંવત્સર શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સૂર્યના પાંચ સંવત્સર રૂપ યુગની ચિંતામાં ઉપયોગી થાય છે. એ સંવત્સરનું પરિણામ ને લક્ષણ.
૧–જેમાં પૃથ્વી તથાવિધ પાણીના સંબંધથી અતિજ રસવાન થાય છે, વળી પાણી પણ પરિણામે સુંદર અને રસે કરી સહિત થાય છે, અને આંબા વિગેરેના ફળમાં અને પુષ્પમાં રસ પુષ્કળ થાય છે. તેને પૂર્વમહાપુરૂષ આદિત્યસંવત્સર કહે છે.
૧. મુકિત તિષ્કરંડક ગાથા ૩૩ મી [ આ પછીથી જ્યાં જ્યાં મુઠ હોય ત્યાં ત્યાં મુક્તિ સમજવું ]
૨. મુ. સૂર્યપ્રજ્ઞપ્તિ પરથી પા. ૧૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org