________________
રહેવી જોઈએ. જે પુનમની વ્યવસ્થા ફરે તે કલ્યાણકતિથિની વ્યવસ્થા પણ ફરશે જ ને આથી નોમવૃદ્ધિએ સાતમ વૃદ્ધિ કરવી પડે. (પુનમને કલ્યાણક તિથિની વ્યવસ્થા માટે જુઓ “પુર્ણિમાનો ક્ષય છતે તપ કયાં કરવો ?”) પણ તેમ ન કરતા હોવાથી તેરશવૃદ્ધિની અશાસ્ત્રીયતા ત્યાગવી જોઈએ. વળી જેન ટિપ્પણમાં શ્રાવણભાદરવાની વૃદ્ધિ જ થતી નથી છતાં તે વૃદ્ધિ ખસેડી અષાડવૃદ્ધિ કરાતી નથી. કલ્પસૂત્ર દીપિકાકારે તિથિવૃદ્ધિની જેમજ માસવૃદ્ધિ જણાવી છે એટલે જે પૂનમવૃદ્ધિએ તેરશવૃદ્ધિ કરીએ તો ભાદરવા શ્રાવણનીવૃદ્ધિએ અષાડવૃદ્ધિ કરવી પડે. પરંતુ શ્રાવણવૃદ્ધિમાં અષાડવૃદ્ધિ કર્તાને જેનટિપ્પણાનું વિચ્છેદપણું જણાવાઈ નિષેધ કરવામાં આવેલ છે તેમ પુનમવૃદ્ધિએ જેનટિપ્પણાનો વિચ્છેદ હોવાથી શાસ્ત્રકારે પૂનમવૃદ્ધિ કાયમ રાખતા હોવાથી કોઈપણ જાતને ફેરફાર ન થઈ શકે એ સ્પષ્ટ છે. ભાષાંતરકારક તાવ શબ્દનો અર્થ નથી કરી શક્યા વળી સિનદિધ્વન રાવત પર્વ તિથિનાં x x x માં પર્વ શબ્દ મૂળકારે કૌંસમાં ન મૂકેલો છતાં [૪] શબ્દ કૌંસમાં છપાવનાર મૂક્યો છે ને ભાષાંતરકારકે-“મૂળ કર્તાને અપર્વ તિથિની વૃદ્ધિ અભિમત હેવા છતાં” “જેન ટિપ્પણુમાં પહેલાંને તિથિની કે પર્વ તિથિની વૃદ્ધિજન હોય” એ અર્થ જણાવી મૂળ કર્તાના આશયને શાસ્ત્ર વિરૂદ્ધ ઠરાવ્યો છે. એટલે ભાષાંતર કર્તાની દૃષ્ટિએ પણ એ પાના શાસ્ત્ર વિરૂદ્ધ છે. भूरे प्रथमां पूर्णिमां परित्यज्य द्वितीय पूर्णिमां भज એમ લખ્યું છે જેને ભાષાંતરકારકે “પહેલી પુનમ છોડીને બીજી પૂનમ રાખ.” અર્થ કર્યો છે તે એ અર્થ સાચે નથી
૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org