________________
પાંચમ વિગેરે પર્વતિથિઓ, જન્મકલ્યાણક, ચ્યવન કલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવળજ્ઞાનકલ્યાણક, નિર્વાણ કલ્યાણક, રોહિણી, અઠ્ઠાઈના દિવસે, ચૌમાસિક તિથિ, સાંવત્સરિક મહાપર્વ, વિગેરે તિથિઓની આરાધનામાં ઘણું જ મુશ્કેલી ઉભી થાય. પર્વોની યત્કિંચિત પણ આરાધના જેન ટિપ્પણના વિચ્છેદ બાદ વિચ્છેદ થવા ન પામે, તે ખાતર પ. પૂ. તત સમયના નિષ્ણાત સૂરિવિએ લૌકિક ટિપ્પણાને ગ્રહણ કરીને પૌષ અને અષાડથી ભિન્ન માસોની વૃદ્ધિ કાયમ રાખી. લોકોત્તર શાસન પ્રમાણે ચેમાસું ચાર માસનું થાય, છતાં પાંચ માસનું પણ કાયમ જ રાખ્યું. તિથિઓને અનિયમિત ક્ષય કાયમ રાખ્યો. તિથિઓની વૃદ્ધિ ભાદરવાદિ માસ વૃદ્ધિની જેમ કાયમ રાખી. પર્વોની સમાપ્તિમાં આવતા નક્ષત્રોની વાસ્તવિક સ્થિતિને બદલે જેનેતર ટિપ્પણું પ્રમાણે સમાપ્તિ કાયમ રાખવામાં આવી, ચોમાસામાં શ્રાવણ કે ભાદરવાની વૃદ્ધિ ન થાય અને અષાડ માસાથી પચાસમી તિથિએ પર્યુષણ મહાપર્વ ઉજવાય, છતાં લૌકિક શાસનમાં આવતા શ્રાવણ કે ભાદરવાની વૃદ્ધિ તે પ્રમાણે જ રાખી. જ્ઞાનીઓએ ફરમાવેલા માસોના નામોમાં આવતી આરાધનીય તિથિઓની આરાધના કરવામાં, શ્રાવણ માસની વૃદ્ધિએ આષાડ વૃદ્ધિ કરવાની ભાવનાવાળાઓને તેમ ન કરવા જણાવવામાં આવ્યું અને તત્સામયિક આચરણ વિગેરે પ્રમાણે આરંભસિદ્ધિ વિગેરે ગ્રંથોની મુનિવરો માટે રચના કરવામાં આવી. આ બધું શું સૂચવે છે? માત્ર તેનું કારણ એ છે કે-“જેન ટિપ્પણાના વિચ્છેદ બાદ લૌકિક ટિપ્પણુને પ્રમાણભૂત માની તેનું જ અનુકરણ કરવામાં આવ્યું.”
એ વિગેરે અંગે ફરમાવવામાં આવ્યું છે કે–
" एवं पर्युषणाकृत्यानि श्रावणे क्वापि न दृश्यन्ते । यदि श्राव. णेऽपि स्युः तदा पुनः पुनः वर्षत्रयानन्तरभाविनि अभिवतिवर्षे श्राव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org