________________
૧૧૮
શ્રી તત્ત્વતરંગિણીની ગાથા ૧૭ ની વૃત્તિમાં વૃદ્ધિતિથિ અંગે જણાવાયું છે કે
"किमिदं तिथेवृद्धत्वं नाम ? प्राप्तद्विगुणस्वरूपत्वं वा प्राप्ताधिकसूर्योदयत्वं वा, माप्तसूर्योदयद्वयत्वं वा, द्वितीयसूर्योदयमवाप्य समाप्तत्वं वा ? आयोऽसंभवी, एकादिन्यूनाधिकविंशत्युत्तरशतसाध्यघटिकामानमसंगात्. शेषेषु त्रिष्वपि विकल्पेषु शेषतिध्यपेक्षयैकस्यामेव तिथौ एकादिघटिकाभिराधिक्यमसूचि, तथा च यं सूर्योदयमवाप्य समाप्यते या तिथिः स एव सू. र्योदयस्तस्यास्तिथेः प्रमाणं शेषतिथीनामिव, प्रयोगस्तु प्राप्तसूर्योदयद्वयलक्षणायास्तिथेः समाप्तिसूचकउदयः प्रमाणं, विवक्षितवस्तुसमाप्तिसूचकत्वात्, यथा शेषतिथिनामुदयः, व्यतिરે જાનકુમ !'
ભાવાર્થ – તિથિનું વૃદ્ધિપણું કોને કહેવાય? ૧-જે બે ગણા સ્વરૂપને પ્રાપ્ત કરે તે? ૨-અધિક સૂર્યોદયને પ્રાપ્ત કરે તે? ૩-બે સૂર્યોદયને પ્રાપ્ત કરે તે? ૪-બીજા સૂર્યોદયને પામીને સમાપ્ત થાય તે? આમાં પહેલું લક્ષણ અસંભવવાળું છે, કારણ કે એકાદિથી જૂન એકસો વીસ ઘડીનું સ્વરૂપ થવું જોઈએ. પરંતુ તેટલું સ્વરૂપ થતું જ નથી. અને શેષ ત્રણ વિકલ્પોમાં શેષતિથિની અપેક્ષાએ એક જ તિથિમાં એકાદિ ઘડીઓ વડે અધિકતા સૂચવાયેલ છે. બીજું જે સૂર્યોદયને પામીને જે તિથિ સમાપ્ત થતી હોય, તેજ સૂર્યોદય તેજ તિથિનું પ્રમાણ છે. શેષતિથિની પડે. હવે અનુમાન બતાવાય છે. બે સૂર્યોદયને પામેલી જે તિથિ તેને સમાપ્તિસૂચક જે ઉદય તેજ પ્રમાણ થાય છે. કહેવાને ઈષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org