________________
થઈ જ જાય છે. પરંતુ તપની પૂર્તિ થતી ન હોવાથી ચૌદશને યથાસ્થિત રહેવા દઈ પુનમના તપની પૂર્તિ માટે બીજે દિવસ પ્રહણ કર જ જોઈએ. પુનમના ક્ષયે જેમ ચૌદશ-પુનમના છઠ્ઠ તપની પૂર્તિ માટે અન્ય દિવસ ગ્રહણ કરવો જોઈએ, તેમ લગેલગ બે કલ્યાણકતિથિ હેય તે વખતે ઉત્તરતિથિનો ક્ષય હોય તો બંને તિથિની આરાધના એક દિવસમાં થઈ જાય છે. પરંતુ ઉત્તરતિથિના તપની
પૂર્તિ માટે બીજે દિવસ અવશ્ય લેવેજ જોઈએ. ૭. ચૌદશના ક્ષયે જેમ પુનમમાં ચૌદશ ન કરી શકાય, કારણ કે
પુનમમાં ચૌદશના ભાગની ગંધ પણ નથી હોતી, તેવી રીતે બે પુનમ છતે પહેલી પુનમમાં ચૌદશના ભોગની યતકિંચિત પણ ગંધ ન હોવાથી, પૂર્વાપુનમે ચૌદશનો આરોપ ન કરી શકાય અને ચૌદશ તરીકે ન આરાધી શકાય.
ક્ષય ને વૃદ્ધિ તિથિનું લક્ષણ. ઉપર્યુક્ત તત્ત્વતરંગિણીની પાંચમી ગાથાની વૃત્તિમાં ક્ષય ને વૃદ્ધિના લક્ષણ સમયે પણ કેટલીક યુક્તિઓ કહેવાશે, આમ જણાવવામાં આવેલું છે. જેથી ક્ષય ને વૃદ્ધિ તિથિ કોને કહેવાય ? એ જણવવું ઉચિત ધારું છું. કારણ કે તે અંગે કેટલીક શંકાઓ કરવામાં આવે છે. ક્ષય ને વૃદ્ધિ તિથિનું વાસ્તવિક સ્વરૂપ સમજવામાં આવે તે પણ કેટલીક શંકાઓનું સહેજે નિરસન થવા પામે.
શ્રી તવતરંગિણીની ગાથા ૨૧ ની વૃત્તિમાં જણાવાયું છે કે___ " किं च किं तिथेः क्षीणत्वं नाम ?, अप्राप्तात्मस्वरूपत्वं वा ? सत्वे सति सूर्योदयस्पर्शित्वं २, सूर्योदयमपाप्य समाप्त वा ३, पाक् सूर्योदयास्पृष्टत्वे सत्युत्तरसूर्योदयापाप्तत्वं वा ? ४, नायो निरवद्याऽसंभवात नद्यप्राप्तात्मस्वरुपा तिथिर्गणना पंक्ता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org