________________
આ પ્રમાણે સેંકડો વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રીય પ્રણાલિકા હોવા છતાં, ઉપર જણાવેલા સ્પષ્ટધવા જેવા પાઠો જાણવા છતાં, પોતાના પરમગુરૂદેવોની ભૂલો બતાવનાર તરીકે પોતાને ઓળખાવનાર, ચારસો વર્ષ પહેલાંના પ્રામાણિક પાઠોને પણ પોતાનો મત સ્થાપવા માટે બનાવટી પાઠો હેવા તૈયાર થએલ અને તપાગચ્છની એકસરખી પ્રણાલિકામાં વિક્ષેપ પાડનાર એવો એક નજીવો વર્ગ આજે ઉભો થયો છે કે- જે ઉદયતિથિના નામે જૈન સમાજને ભ્રમણામાં નાખી ચાલી આવતી તપાગચ્છની શાસ્ત્રીય અવિચ્છિન્નપરંપરાનો લોપ થાય તેમ બુધવારે સવચ્છરી કરવાની જાહેરાતો કરે છે; પરંતુ તેવી પાયા વિનાની અશાસ્ત્રીય જાહેરાતોથી કોઈપણ શાસનરસિક બંધન ભોળવાતાં શાસ્ત્ર તેમજ પરંપરાથી સાચી ગુરૂવારની જ સંવત્સરી સર્વ કોઈ ઉજવશે એવું અમારું નમ્ર નિવેદન છે.
લેખક: આચાર્યશ્રી વિજયપ્રતાપસુરિજી મહારાજ-રાજકોટ પ્રકાશક: ગીતાર્થ શ્રમણોપાસક સમાજ
ઉપર મુજબની પૂ.આ.શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ તરફથી શાસ્ત્રાધારો પૂર્વકની પત્રિકા તેમ પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરિજી મહારાજ તરફથૈ કાઉન આઇપજી ૬ ફોરમ પ્રમાણ શાસ્ત્રપાઠોથી સભર એવી તિથિક્ષય-વૃદ્ધિપ્રદીપ નામની પુસ્તિકા, સં. ૧૯૯૩ની સાલમાં બહાર પડવાથી ગામોગામના જૈનસંઘો તિથિ અંગેનું સાચું સ્વરૂપ સમજવા પામ્યા. પરિણામે ઉપર જણાવેલા નવામતી ૨૦૦ પૂજ્યો અને તદધિષ્ઠિત ગામોના શ્રીસંઘો સિવાય સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-ઝાલાવાડમારવાડ-વા-માળવા-મહારાષ્ટ્ર આદિના શ્રીસંઘોએ, તપાગચ્છના ૪૦ આચાર્યો અને ૬૦૦ થી વધુ સાધુઓએ ૧૯૯૩ની સાલમાં ગુરૂવારે જ સંવત્સરી પર્વ આરાધેલ.
| (સંવત્સરી શતાબ્દિ મહાગ્રંથમાંથી સાભાર ઉદ્ધત) || ઇતિ શાસ્ત્રીય પૂરાવા સંગ્રહ |
(૫૦)
-
- -
-
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org