________________
બીજા સંબંધમાં પણ પૂર્વ પૂર્વના અભાવમાં પર પર (પાછળ પાછળના) દ્વારા વ્યવહાર કરવો જોઈએ.
(૧૪) ૧૪-મું-શ્રીજતકલ્પ-ભાષ્યમાં
વૃત્ત. અનુવૃત્ત અને પ્રવૃત્ત એવી રીતે મહાજનોદ્વારા બહુ વાર આસેવિત થયેલ છતકલ્પ નામનો આ પાંચમો વ્યવહાર હોય છે.
આનો અભિપ્રાય આવા પ્રકારનો છે-એક પુરુષ સંબંધી (સુધીનો) વ્યવહાર તે વૃત્ત કહેવાય છે, બે પુરુષ સંબંધી (સુધીનો) વ્યવહાર અનુવૃત્ત, અને ત્રણ પુરુષ સંબંધી (સુધીનો)વ્યવહાર તે પ્રવૃત્ત કહેવાય છે. ત્યાર પછી અધિક મહાપુરુષોએ અનેકવાર આચરેલો વ્યવહાર તે જીત એવા નામનો કહેવાય છે.
ટીપણામાં પર્વતિથિયોનો ક્ષય અથવા વૃદ્ધિ જોવામાં આવતાં વાસ્તવિક રીતે અપર્વતિથિયોનો જ ક્ષય અથવા વૃદ્ધિ કરવી જોઈએ.-એવા પ્રકારનો શ્રીદેવસૂરિએ કહેલ વ્યવહાર, આજ સુધીમાં થયેલા સર્વ મહાપુરુષોએ અનેકવાર આચરેલ હોવાથી તેનું છતવ્યવહારપણું અબાધિત જ છે.
શ્રીદેવસૂરિની સામાચારી (છત વ્યવહાર) હવે શ્રીદેવસૂરિની સામાચારી સર્વ મહાપુરુષોએ આચરી હતી, તેમાં શું પ્રમાણ છે ? એવો પ્રશ્ન કરવામાં આવે, તો તેના પ્રત્યુત્તરમાં કહેવાય છે
સત્તરમી સદીથી શરૂ કરીને વિવાદ થતાં ૩૦0 ત્રણશો વર્ષોથી તપાગચ્છના અનેક મુનિરાજોના પત્રવ્યવહારથી, ઉલ્લેખોથી, અને બીજા પણ (ખરતરગચ્છીય ગ્રંથકારના) ઉસૂત્ર-ખંડન વગેરે ગ્રંથથી જણાય છે.
હાલમાં પણ વિવાદપદમાં ન ઉતરેલા તપાગચ્છના સર્વ આચાર્યો પણ તે જ સામાચારીને આચરે છે, તે પ્રત્યક્ષથી પણ જાણી શકાય છે. શ્રીવિજયરામચંદ્રસૂરિજીના પરમગુરુજીના પણ પરમગુરુજી શ્રીવિજયાનંદસૂરિજીએ પોતાના રચેલા જૈનતત્ત્વાદશ નામના ગ્રંથમાં પોતાને શ્રીદેવસૂરિગથ્વીય તરીકે જણાવ્યા છે. જેમનું પ્રખર પાંડિત્ય અને અસાધારણ પ્રતિભાશાલીપણું હાલમાં પણ પ્રકૃષ્ટ
(૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org