________________
.
સંભવ છે, બે પક્ષોનો સંભવ હોવાથી તેમાંથી કઈ તિથિએ આરાધના કરવી જોઈએ ? એવો સંદેહ ચિત્તને આકુલ કરે છે, એવા ઉલ્લેખદ્વારા આરાધન કરવા યોગ્ય તિથિ સંબંધમાં સંદેહ પહેલાં કહ્યો; ત્યાર પછી ત્યાં જ ૧૫ મા પૃષ્ઠમાં જ વૃદ્ધ તિથિ બે વાર ઉદયને સ્પર્શ કરે છે; એથી કઈ તિથિ ઔદયિકી છે ? એવો સંદેહ થતાં-એ વગેરે ઉલ્લેખ વડે ઔદયિકી તિથિ સંબંધમાં સંદેહ કહ્યો; એથી એવી ઉક્તિ સ્પષ્ટ જ પૂર્વાપરવિરુદ્ધ છે. આ સંબંધમાં આ પ્રમાણે વિચારવું જોઈએ. વૃદ્ધ તિથિ બે વાર ઉદયને સ્પર્શ કરે છે-એવા કથન વડે વૃદ્ધ તિથિ બંનેના ઔદયિકીપણાનો નિશ્ચય થતાં, તે તિથિમાં તેના જ ઔદયિકપણાનો નિશ્ચય, તે તિથિમાં તેના ઔદયિકપણાના સંશયનો પ્રતિબંધક હોવાથી તેવા પ્રકારના સંશયની ઉત્પત્તિ ન થઈ શકે, છતાં કઈ ઔદયિકી તિથિ છે ? એવી સંદેહવાળી ઉક્તિ, મધ્યસ્થના જ સૂક્ષ્મ સંસ્કૃત અભ્યાસના અભાવને પ્રકાશિત કરે છે. એવી રીતે ક્ષીણ અષ્ટમી પર્વતિથિના સ્થળમાં શ્રીજૈનસંઘ આરાધન માટે ઔયિકી તિથિની અપેક્ષા રાખે છે. એવો સિદ્ધાંત કર્યાં પછી, પૂર્વ તિથિ સપ્તમીમાં ઔયિકીપણું કરીને આરાધન કરવું જોઈએ. એવી રીતે પહેલાં કહ્યા પછી પૂર્ણિમા પર્વતિથિના ક્ષય-પ્રસંગમાં યથારુચિ અનુષ્ઠાન કરવું જોઈએ. એવી ઉક્તિથી સ્પષ્ટ જ પૂર્વાપર-વિરુદ્ધ છે. એવી રીતે પરસ્પર-વિરુદ્ધ ઉક્તિયોની બહુલતા હોવાથી ત્રીજો હેતુ પણ આમાં છે.
એવી રીતે પંચમીનું સામાન્ય પર્વતિથિપણું વિનષ્ટ કરવામાં, તથા શ્રીવિજયદેવસૂરિજીમાં જીતવ્યવહારના પ્રવર્તક તરીકેની સિદ્ધિ માટે અપેક્ષીત એવા બાકીના ત્રણ અંશો ન હોવામાં, અને બીજા પણ અનેક સ્થળોમાં યુક્તિ ન દર્શાવેલી હોવાથી યુક્તિરિક્ત નામનો ચોથો હેતુ પણ આમાં છે જ.
એવી રીતે ક્ષયે પૂર્વી તિથિ: વ્હાર્યાં એ શાસ્ત્રની ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિ કરવી-પૂર્વતિથિમાં આરાધન કરવું જોઈએ. એમ પહેલાં વ્યાખ્યા કર્યા પછી, આ શાસ્ત્ર વડે પૂર્વમાં રહેલી સપ્તમી વગેરેમાં અષ્ટમી વગેરે કરવામાં આવે છે. એવી રીતે કથન કરવાથી આ શાસ્ત્ર પર્વતિથિનું વિધાન કરનાર છે. એવા પ્રકારના આગમાનુસારિ
(૪૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org