________________
સીધું અવાતું નથી અને ઉપરથી આ શાસ્ત્રપાઠોને ઉ જાવી કાઢેલા તરીકે પ્રચારાતું હોય તો તેવા ભવાભિનંદી આત્માઓએ એટલું તો અવશ્ય વિચારવું જોઈએ કે બીજા બીજા ભંડારોની જેમ તમારા પણ ભંડારમાંથી પાના મળ્યાની આમાં નોંધ પ્રગટ જ છે તો તે પાના પણ શું આનંદસાગરસૂરિજી મહારાજે ઉપજાવી કાઢીને તમારા ભંડારમાં મૂકી દીધા ? પરંતુ જે પોતાનું જ સાચું કરવાની ધૂનમાં ભીતિ વિનાના થઈને જૂઠ-કાવાદાવાં આદિમાં જરાચતા હોય તેવા અધર્મીગણાતા આત્માઓને તેવા આક્ષેપો કરવા એ રમત વાત હોવાથી તેવા આત્માઓની ભાવદયા જ ચિંતવી રહે છે.
નોંધ નં. ૨- વિક્રમ સંવત્ ૨૦૧૪ના રાજનગર મુનિસંમેલનની. શરૂઆત પહેલાં પાંજરાપોળના ઉપાશ્રયે મળેલ શાસનપક્ષની ચોથી ટીંગમાં મારા તારક ગુરૂદેવપૂ.શાસનકંટકોદ્ધારક આ.શ્રી હંસસાગરસૂરિજી મહારાજે પર્વતિથિ-પર્ધાનંતરપર્વતિથિ તેમજ ભાશુ.૫ ની ક્ષય-વૃદ્ધિએ પૂર્વનીપૂર્વતરની એવી અપર્વ તિથિની તેમજ ભા.શુ. ૩ની ક્ષયવૃદ્ધિ કરવાનો આદેશ પાઠવનારા એવા ત્રીશેક જેટલા પાઠો પૂ.આ.મ. શ્રી વિજયોદયસૂરિજી મ. તથા પૂ.આ. શ્રીનંદનસૂરિજી મહારાજ સમક્ષ રજુ કર્યા હતા અને જે પાઠોના પ્રતાપે તેમ જ શાસનપક્ષની ઐક્યતાને પ્રતાપે ૨૫૦ જેટલા મુનિઓ વચ્ચે ઉભા થઈને પૂ.આ.શ્રી નંદનસૂરિજી મ. શ્રીને પણ હવેથી અમારે ભા. શુ. ૫ ના ક્ષયે ભા. શુ. ૩નો ક્ષય કબુલ... કબુલ... કબુલ એમ બુલંદનાદે જાહેરાત કરી સ્વીકાર કરવો પડેલ. તે પાઠો ભવિષ્યની જૈનપ્રજાને પણ ઉપયોગી હોઇ તેનો સંગ્રહ, આ નીચે રજુ કરવામાં આવે છે. જે આ પ્રમાણેઃ
(૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org