________________
બીજા કોઈ દિવસ તરીકે ગણવામાં ફલ્ગ નથી હોતી. એ સ્પષ્ટતા તત્ત્વ તરગિણિમાં” કરેલી જોવામાં આવે છે. તથા બીજા દિવસને સંપૂર્ણ પ્રવૃતિથિ બનાવેલી હોવાથી પણ, પહેલી તિથિ પણ પહેલી તિથિ રૂપે ન રહી. તેથી ફલ્ગ એટલે પણ પૂર્વની આખી તિથિ તરીકે તેને માનવામાં હરકત રહેતી નથી. અન્ય તરીકે ફલ્ગપણું ગણેલું નથી. જોકે - ટિપ્પણાની મૂળભૂત ગોઠવણમાં પ્રઘોષથી કરાતા ફેરફાર પણ વાસ્તવિક રીતે પદાર્થ - વ્યવસ્થા દૃષ્ટિથી તો ઉપચાર રૂપ હોય છે – આ બધી વ્યવસ્થા ઉપચારના આધાર રૂપ હોય છે. કેટલાક ઉપચાર અનિવાર્ય હોય છે, તેથી ઉપચરિત પદાર્થને પણ સાક્ષાત્ પદાર્થ તરીકે માનીને, તેનો ઉપયોગ કરાતો હોય છે. કરવાનો હોય છે, અને તે વિહિત અને પ્રમાણિક પણ ગણાય છે. પ્રઘોષનું કાર્યક્ષેત્ર જ લગભગ ઉપચાર કરાવવા પૂરતું છે. માટે ઉપચારથી બધી વ્યવસ્થા બની શકે છે. આ વધુ સૂક્ષ્મ સ્પષ્ટતા છે. આ વિષયમાં પણ ઉપચાર માનવાનો કોઈથીયે સર્વથા નિષેધ કરી શકાય તેમ તો નથી જ. ઉપચારને ઠીક ભાષામાં સંસ્કાર પણ કહી શકાય. વ્યાકરણમાં આવા ઘણા દાખલા હોય છે. નહીંતર, લય પ્રસંગમાં જેટલી ઘડી પર્વતિથિ હોય તેટલો જ વખત પર્વ તિથિ બોલાય, અને તેટલો વખત જ તેની આરાધના કરાય. અને એ જ પ્રમાણે – પવતિથિના વૃદ્ધિના પ્રસંગમાં ૬૦ ઉપરાંત પણ જેટલી ઘડી હોય, તેટલા વખત સુધી ઠેક આરાધના ચાલુ રાખવી જોઈએ. એની પછી તિથિ ફરતી હોવાથી પછી આરાધના ચાલુ રાખી શકાય નહીં. એ પ્રમાણે જ પર્વતિથિની આરાધના કરવી જોઈએ. સિવાય ન થઈ શકે. એટલે કે સોમવારના સૂર્યોદયથી આઠમની આરાધના શરૂ કરી મંગળવારના સૂર્યોદય પછી બે ત્રણ ઘડી આઠમ હોય ત્યાં સુધી જ આઠમ પર્વતિથિની આરાધના કરાય, પછી બંધ કરાય અથવા તે આઠમની આરાધના ન ગણતાં નોમની ધર્મક્રિયા ગણાવી જોઈએ. પરંતુ એમ ન ગણતાં આઠમની જ એ ક્રિયા ગણાય છે. તેથી એક યા બીજા રૂપે કોઈ ને કોઈ પ્રમાણ - બળથી ઉપચાર કરાય છે. અને ઉપચાર માન્ય પણ રખાય છે. તેમાં ચાલી
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org