________________
માટે રજુ કરવામાં આવી. આ સંસ્કૃતઅક્ષરે દેખી કેટલાક ભદ્રિક માણસની ડામડાળ સ્થિતિ જોઈ તેઓના કલ્યાણ માટે સં. ૧૯૯૩માં આને યોગ્ય ૯. સંવત્સરી શાસ્ત્રાર્થ બંધ રહેવા માટે કોણ જોખમદાર?
શેઠ પ્રતાપસિંહ મેહનલાલભાઈનું નિવેદન, આચાર્ય શ્રીવિજયરામચંદ્રસુરિજી અને શ્રી જીવતલાલ પ્રતાપસિંહના સબબેજ શાસ્ત્રાર્થ પડી ભાગ્યો છે.
. શ્રી નેમિસૂરીશ્વરજીએ તો જણાવ્યું હતું કે તેઓ પોતે વિહાર કરવાને તદ્દન અશક્ત હાઈ ચર્ચાના સ્થળે આવશે નહિ પણ શ્રી સાગરાનંદસૂરિની સાથેની ચર્ચાનું જે કાંઈ પરિણામ આવશે તેને સહમત થઈ તે પ્રમાણે વર્તશે.” .
“આ બાજુના સાધુઓ રૂબરૂમાં થયેલ ચર્ચાનુસાર સંવત્સરીને નિર્ણય લાવવાની સૂચનાઓનો સ્વીકાર કરે છે. ખંભાત બાજુ વિહાર કરાવવા ગોઠવણ કરે, કાગળ આવે છે”
“શેઠ શ્રી પોપટલાલભાઈને ઉપર પ્રમાણેને તાર મળતાં અને તેઓએ પૂજ્ય શ્રી સાગરાનંદસૂરિજીને જણાવતાં તેઓશ્રીએ તરતજ વિહારની તૈયારી કરી અને જો કે ૫, શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની ખંભાત પધારવાની જરાપણ ઈચ્છા ન હતી છતાં શ્રી સાગરાનંદસૂરિજી તથા તેમના પોતાના શિષ્ય સમુદાયને આગ્રહ અને તેઓશ્રીના પધારવાથી સંધમાં શાંતિ ફેલાશે એવી વિનવણું વ્યાજબી લાગતાં તેમજ પોપટભાઈ ઉપરને તાર તે બંને શેઠીયાઓ સાથે થયેલ ચર્ચાનુસાર વર્તવાની ખાત્રી આપતે ઘણે સ્પષ્ટ હોવાથી કાગળની રાહ જોયા સિવાય પિતાની વૃદ્ધ ઉંમર–પગમાં દર્દ વિગેરે કારણે પોતે લાંબો વિહાર કરવા અશક્ત હોવા છતાં પૂ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી તથા પૂ. શ્રી સાગરાનંદસૂરિજીએ પોતાના બંને સમુદાયના વૃદ્ધ-બાળ ગ્લાન વિગેરે તમામ ૪૭ સાધુઓ સાથે તેજ દીવસે બપોરના ચાર વાગે જામનગર છડી ખંભાત તરફ પ્રયાણ શરૂ કર્યું.”
“પૂ. મહારાજશ્રીએ જણાવ્યું કે-આ બધાના આગ્રહને વશ થઈને ચલાતું નથી છતાં પણ તમારી શાંતિ માટે આવવું પડયું છે.” (શેઠ પ્ર- નિ વીરશાસન વર્ષ ૧૫ અંક ૩૭)
આ ઉપરથી જાણી શકાશે કે પૂ. આ. નેમિસૂરિ મહારાજ સાહેબે વૃદ્ધ ઉંમર છતાં વિહાર કરી તિથિચર્યાને નિકાલ ઈચ્છો હતો અને તે માટે પૂર્ણ જહેમત ઉઠાવી હતી.
“આ વખતે પૂજ્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ જણાવ્યું કે-સંઘના પંદર આગેવાનેના નામ જે મેં તમને પ્રથમ કહ્યા હતા તે તે પંદરની સમિતિ તમને બહુ મોટી જણાય તે તેના બદલામાં નીચેના નવ ગૃહસ્થની સમિતિ બનાવવી.
૧ શેઠ જીવતલાલ પ્રતાપશી, ૨ શેઠ નગીનદાસ કરમચંદ. ૩ શેઠ બકુભાઈ મણીલાલ. શેઠ મયાભાઈ સાંકળચંદ ૫ શેઠ પોપટલાલ ધારશીભાઈ ૬ શેઠ ગીરધરલાલ છોટાલાલ ૭ શેઠ ભગુભાઈ ચુનીલાલ. ૮ શેઠ પ્રતાપસિંહ મહેતલાલભાઈ અને ૯ અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણીભાઈ અને વધુમાં જણાવ્યું કે–આ નવ ગૃહસ્થાની બનેલી સમિતિ ચર્ચા માટેના બે પંડિતો પંચોને નક્કી કરી આપે અને એ બે પંચે એકમત ન થાય તે સરપંચની નિમણુંક પણ એ સમિતિજ કરે. ચર્ચા કરવા માટે એક પક્ષ તરફથી મૂખ્ય સાગરાનંદસૂરિજી અને તેમના મદદગાર નંદનસૂરિ તથા લાવણ્યસૂરિ રહે અને બીજા પક્ષ તરફથી ચર્ચા કરનાર તરીકે મુખ્ય લબ્ધિસૂરિજી અને તેમના મદદગાર ખુવિજયજી અને કલ્યાણુવિજયજી રહે. (શેઠ પ્ર નિવેદન વીરશાસન વર્ષ ૧૫, અંક ૩૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org