________________
ક્ષયવૃદ્ધિ કરવાનું તદ્દન નવીનજ જણાવ્યું, અને જે પિતાના વડીલેએ સ્પષ્ટ રીતે ભા. શુ. પાંચમરૂપ પર્વ તિથિને ક્ષય ન કરતાં ચંડાશુગંડુ સિવાયના બીજા જ પંચાંગમાંની ભા. શુ. છઠ્ઠને ક્ષય કર્યો હતો તેમાં પણ શંકાશીલ ભાવ બતાવવા માંડે. તેમજ પૂનમ-અમાસ જેવી પર્વનન્તર પર્વતિથિના ક્ષયવૃદ્ધિપ્રસંગે પૂર્વતર અપર્વતિથિ તેરસની ક્ષયવૃદ્ધિ જે જૈન સમાજમાં સેંકડો વર્ષથી થતી હતી; અને તે તેમણે તથા તેમના દાદાગુરૂ આદિ સર્વેએ આજપર્યત માન્ય રાખી હતી તેની પ્રમાણિકતામાં પણ સંદેહ બતાવવા માંડે. કારણકે તેને પ્રમાણિક અને વ્યાજબી માનવામાં આવે તે સંવછરી પછી આવનાર પર્વનન્તર પવે પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિને કેમ રોકી શકાય? આથી તે વખતે એમણે પિતાને આગ્રહ પોષવા જાહેર કર્યું કે “પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની પ્રથા બેટી છે શાસ્ત્રનું તેને બળ નથી! ટુંકમાં સં. ૧૯૯૨ અને સં. ૧૯૯૩માં ચંડાશુંચંડુ ટિપ્પણની પાંચમની વૃદ્ધિને બદલે છઠ્ઠની વૃદ્ધિ કરીને તેઓશ્રીએ સંવછરી પુરતો પ્રશ્ન
ખ્ય હેત તો ૧૯૯૨-૯ના આ બે વર્ષ પછી આપ આપ તિથિચર્ચાથી ડેળાયેલ વાતાવરણ શાંત થાત. પરંતુ સમાજના કમભાગ્યે તેમ ન બન્યું અને કેવળ શનિવારની સંવછરીના આગ્રહને દઢ કરવા જેમાં કોઈ દીવસ આજ સુધી મતભેદ કે વિસંવાદ નહોતે એવી કેટલીએ નવીન વાતે ઉત્તરોત્તર રજુ કરવામાં આવી. જેને લઈ સંવછરી ગયા પછી પણ ડોળાયેલ વાતાવરણ શાંત થયું નહિ. તે નવીન વસ્તુઓ નીચે મુજબ છે–
૧ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાની પ્રણાલિકા માન્ય રાખવામાં આવે તે શનિવાર કે બુધવાર સંવછરી તરીકે ન આવે
શ્રી પર્યપણું પર્વને અંગે “આ વર્ષે શ્રાવણ વદ અમાસને દિવસે ગ્રહણ હોવાથી તેમજ ચં પંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય હોવાથી, સમાજમાં અનેક પ્રકારની ચર્ચાઓ ફેલાઈ છે. પરંતુ આજના અંકમાં અમે પૂ. પા. વિજયદાનસૂરીશ્વરજી મહારાજને બીજો ખુલાસો પ્રગટ કરીએ છીએ. શાસ્ત્રાનુસારી પૂજ્ય શ્રમ અને શ્રદ્ધાસંપન્ન શ્રાવક વર્ગે શ્રી આગામી પર્યુષણમાં નીચે મુજબ વર્તવું એમ પૂ સુવિહિત આચાર્યદેવો ફરમાવે છે –
શ્રાવણ વદ બીજી બારસ, શુક્રવાર, પર્વાધિરાજને પ્રથમ દિવસ શ્રાવણ વદ અમાવાસ્યા, સોમવાર, શ્રીક૯પસૂત્રવચન શરૂ ભાદરવા સુદ એકમ, મંગળવાર, શ્રી મહાવીર જન્મ વાંચન ભાદરવા સુદ ચતુથી શુક્રવાર, શ્રી સંવત્સરી પર્વ ભાદરવા સુદ છઠ, રવીવાર, ક્ષયતિથિ.
આ સંબંધમાં ઘણો ઉહાપોહ થયેલ હોઈને અજ્ઞાન આત્માઓ ઉન્માર્ગે દોરાઈ જાય નહિ, તે માટે આ ખુલાસો કર્યો છે.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org