________________
હતા તે આ વખતે) બીજા પંચાગનો આશરો લઈ ભા ઇ. ની વૃદ્ધિ કરી સંવત્સરી શનિવારે કરી હેત સં. ૧૯૯૨ અને સં. ૧લ્પ પુરતી આ ચર્ચા ચાલુ રહેત, પણ તેથી આગળ આ ચર્ચા લાંબી ચાલત કે વાતાવરણ ઓળાત નહિ અને નિર્ભયપણે જણાવી શક્ત કે સં. ૧૯૮૯ માં અમારા વડીલોએ ભા. સુ. ૫ પાંચમના ક્ષય પ્રસંગે બીજા બીજા પંચાંગને આશરો લઇ છઠ્ઠનો ક્ષય કર્યો હતો. તે મુજબ આ બે સાલમાં અમે પણ બીજા પંચાંગને આશરો લઇ ભા. સુ. ૬ ની વૃદ્ધિ કરી છે. સં. ૧૨ સં. ૧૭ની સંવછરી ગયા છતાં તિથિચર્ચા
કાયમ રહેવાના હેતુઓ. પરંતુ એમ ન કરતાં “સં. ૧૫ર, સં. ૧૬૧ અને સં. ૧૯૮ના પર્વેક્ષયવૃદ્ધિ નહિ કરવાના પિતાના વડીલોના આશરાને છેડીને પર્વતિથિની ભાદરવા સુદી ૬ ને ક્ષય થાય છે તેથી શુદ્ધ ક નો ક્ષય માનવાથી પર્યુષણમાં તિથિની વધઘટ કરવા જરૂર રહેશે નહિ. સં ૧૯૨૨ ની સાલમાં પણ આ પ્રમાણે હતું. અને શ્રી તપાગચ્છના મહેટા ભાગે ભાદરવા સુદી ૬ ને ક્ષય માની ભાદરવા સુદી ૪ ની સંવત્સરી કરી હતી. સં. ૧૯૬૧ માં પણ ભાદરવા સુદી ૫ નો ક્ષય ચંદુ પંચાંગમાં હતો પણ પ્રાયઃ સર્વ સંધે છઠ્ઠનેજ ક્ષય માન્યો હતો. માટે અઢાઈધર શ્રાવણ વદી ૧૨ શુક્રવાર અને સંવત્સરી ભાદરવા સુદી ૪ શુક્રવારે કરવી એજ શ્રેયકારી લાગે છે.
| (વરશાસન વર્ષ ૧૧ અંક ૪૧ સંવત ૧૯૮૯ અષાઢ વદી ૧૪)
પર્વાધિરાજ શ્રી પર્યુષણું પર્વને નિર્ણય. પૂજ્યપાદ સકલામ રહસ્યવેદી આચાર્ય દેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી
મહારાજાએ કરેલું સ્પષ્ટીકરણ આગામી શ્રી પર્યુષણું પર્વને અંગે ઘણા અમારે અભિપ્રાય જાણવાની ઉત્કંઠા લખી જણાવે છે. અગાઉ તા. ૨૧ ઓકટોમ્બર ૧૯૩૨ ને રાજ આ વિષેને એક પ્રશ્નોત્તર અમે જણાવી ચૂક્યા હતા. તા. ૨૧ જુલાઈ ૧૯૩૭ ના અંકમાં શ્રી વીરશાસન પત્રે તેને ઉતારા ફરીથી પ્રગટ કર્યો હતો. આ પછી જે કાંઈ ઉહાપોહ થયો છે. તેના ઉપર બારીક ધ્યાન આપતાં અમને જણાયું છે કે –
શ્રી સંઘના વિચારશીલ વૃદ્ધો અમારી સાથે એકમત છે. જિજ્ઞાસુઓની જાણ માટે અમારો અભિપ્રાય પુનઃ જણાવવાને અમને હરકત નથી. તે આ રહ્યા–
વર્તમાન ૧૯૮૯ ના વર્ષમાં ચંડુ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય લખે છે, અને બીજા પંજાબી, ગુજરાતી વિગેરે પંચાંગમાં શુદ છઠ્ઠને ક્ષય લખ્યો છે. આ પ્રમાણે સંવત ૧૯૫૨ તથા ૧૯૬૧ માં પણ હતું અને તે સમયે શિષ્ટ જનોએ છઠ્ઠને ક્ષય અંગીકાર કરીને સુદી એથની સંવત્સરી આરાધી હતી તે અનુસારે આ વખતે પણ શ્રાવણ વદ બારસને શુક્રવારે અઠ્ઠાઈધર તથા ભાદરવા સુદ ચોથ ને શુક્રવારે સંવત્સરી એટલે વાર્ષિક પર્વ ઉજવવું જોઈએ.
| (વીરશાસન વર્ષ ૧૧ અંક ૪૪ સંવત ૧૯૮૯ શ્રા. વ. ૭ શુકવાર પ• ૫૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org