________________
RESERREISERIER
.
પરમપૂજય સૂરિસમ્રા આચાર્ય દેવ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ
જેઓની કુનેહભરી દ્રષ્ટિથી સં. ૧૯૯૨ માં પૂ. આચાર્ય વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિ સહિત સમગ્ર રાજનગરે ભા. સુ. ૪ ને રવીવારે સંવર છરી કરી શાસ્ત્રાનુલક્ષી પરંપરા સાચવી હતી. સં. ૧૯૯૩ માં જેઓએ વિજયરામચંદ્રસૂરિજીએ ઉભા કરેલ પર્વક્ષયવૃદ્ધિના ઝઘડાના નિકાલ માટે પૂર્ણ જહેમત ઉઠાવી જામનગરથી વણથળી વિહાર કર્યો હતો અને જણાવ્યું હતું કે “ એક પક્ષ તરફથી મુખ્ય સામરાનંદસૂરિજી અને તેમના મદદગાર નંદનસૂરિ તથા લાવણ્યસૂરિ રહેશે. પરંતુ ચર્ચા માટે ઘડાયેલ મુસદ્દા ઉપર આ. વિજયરામચંદ્રસૂરિજી આદિની સહીઓ નહિ આવી શકવાથી તે ચર્ચાની પતાવટ થઈ શકી નહોતી સમાજશાંતિની પૂર્ણ ઝંખના રાખનાર આ વયેવૃદ્ધ પ્રભાવક સૂરીશ્વરજી મહારાજ શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ બીજ પાંચમ વિગેરે પર્વષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ તિથિની અને પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિ પ્રસંગે તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે અને શાસનની શાંતિ માટે કાલપરિણતિની પ્રતીક્ષા કરી રહ્યા છે. આજની દિન્નમિત્રતાને મિટાવવા ખંભાતમાં પણ તેમણે હૃદયભર્યો ફાળો આપ્યો હતો પરંતુ આ. વિજયરામચંદ્રસૂરિજીના આગ્રહે પરિણામ આવી શક્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org