________________
૩૩
ઉપસંહાર,
અનેક શાસ્ત્રોવડે અને છતવ્યવહારવડે પર્વતિથિઓની વૃદ્ધિ અને ક્ષયના પ્રસંગે વાસ્તવિક રીતે તેની પહેલાની અપર્વતિથિઓની જ વૃદ્ધિ અને ક્ષય કરવા જોઈએ; પર્વતિથિઓને આરાધના કરવા માટે જેમ હોય તેમજ વૃદ્ધિ કે ક્ષય કર્યા વિના–અખંડિત) રહેવા દેવી જોઈએ. એ આગમને અનુસરનાર મતની વ્યવસ્થા છે.
તથા “સ પૂર્વી તિથિ વાક્ય એ વાચક–મુખ્ય ઉમાસ્વાતિજીના પ્રાષ તરીકે પ્રસિદ્ધ વચનની શાસ્ત્ર અને જીતવ્યવહારથી સિદ્ધ વ્યાખ્યા આગમાનુસાર મતમાં આ પ્રમાણે સિદ્ધ થાય છે–“પર્વતિથિઓને ક્ષય પ્રાપ્ત થાય ત્યારે પૂર્વા=તિથિ, તિથિ =પતિથિ, કાર્યો કરવી જોઈએ. અર્થાત્ ટીપણું (પંચાંગ)માં જે પૂર્વતિથિ દયિકી હોય, તેના સ્થાનમાં ક્ષયરૂપ પર્વતિથિને દયિકી કરવી જોઈએ.”
આ શાસ્ત્રવડે સપ્તમીને અષ્ટમી કરતાં મધ્યસ્થ પણ આ વ્યાખ્યા જ સ્વીકારી છે, એટલું જ કહેવાનું અહિં નથી, પરંતુ પર્વતિથિનો ક્ષયવાળા સ્થળમાં આ શાસ્ત્રવડે ક્ષયરૂપ પર્વતિથિને પૂર્વતિથિમાં ઔદયિકી કરીને, પૂર્વ તિથિનું અને દયિકીપણું જ સાધ્યું છે, એ રીતે “આરાધન માટે પર્વતિથિને અક્ષય, અને વાસ્તવિક રીતે પહેલાની અપર્વતિથિનો ક્ષય કરે જોઈએ.”—એ પ્રમાણે આગમાનુસાર મતને જ સ્થાપિત કર્યો છે. એથી “શ્રીવિજયરામચંદ્રસૂરિજીને મત મધ્યસ્થ સ્થાપિત કર્યો છે” એવો પ્રવાદ વિદ્વાનોની મંડળીઓમાં અયથાર્થ જ છે, એ સાચું છે.—એ પણ [કહેવાનું છે
એવી જ રીતે વૃક્ષો વાવ તથોર એ અંશને પણ અર્થે આવે કરે જોઈએ-“ટીપણા (પંચાંગ)માં કઈપણ પતંતિથિની વૃદ્ધિ જોવામાં આવતાં, ઉત્તરા=બીજી તિથિને જ તથા પર્વતિથિ કરવી જોઈએ.”—ટીપણાને અનુસારે અને સ્થળ પર્વતિથિ પ્રાપ્ત થતાં નિયમન કરનાર આ શાસ્ત્ર છે- એમ સિદ્ધ થાય છે.
ટીપણા(પંચાંગ)માં પર્વતિથિ અષ્ટમીને ક્ષય પ્રાપ્ત થતાં, તેની પહેલાની સપ્તમીમાં તે શાસ્ત્રવડે, ક્ષયરૂપ પણ અષ્ટમીના દયિકીપણાનું વિધાન કરવાથી, સપ્તમીનું જ અનોદયિકીપણું થતાં વાસ્તવિક રીતે એ સપ્તમીને જ ક્ષય સિદ્ધ થયે, એવી રીતે જ ટીપ(પંચાંગ)માં અષ્ટમીની વૃદ્ધિ જોવામાં આવતાં બીજી જ પર્વતિથિ હોવાથી, અને પહેલી અપર્વતિથિ હોવાથી, તેમાં અપર્વ સપ્તમી તિથિનું જ દયિકીપણું હેવાથી વાસ્તવિક રીતે સક્ષમીની જ વૃદ્ધિ સિદ્ધ થઈ. એવી રીતે બીજી પર્વતિથિ સંબંધમાં પણ સમજવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org