________________
આ સાગરાનંદસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન
૨૭
વિધિમાં અપર્વ તિથિના વ્યપદેશનો પણ અભાવ જણાવીને તે દિવસે ચતુર્દ શીઆદિપર્વજ વ્યપદેશ કરવાનું જણાવે છે. એટલે ટીપણામાં પર્વતિથિ ઉદય વગરની બનીને ક્ષીણપર્વતિથિનેજ વ્યપદેશ પૂર્વઅપર્વતિથિના દિવસે તે પૂર્વતિથિ ઉદયવાળી હોય તો પણ તેને ખસેડીને કરવો,
જેવી રીતે ટીપણામાં આવતી પર્વતિથિના ક્ષયની વખતે ઉદયને સિદ્ધાંત બાધિત થાય છે, તેવી જ રીતે પર્વતિથિની ટીપણામાં આવતી વૃદ્ધિની વખતે પણ તે ઉદયનો સિદ્ધાંત બાધિત થાય છે કેમકે-ટીપણામાં જ્યારે પણ પર્વતિથિની વૃદ્ધિ હોય છે ત્યારે તે બંને તિથિએ સૂર્યોદય હોય છે, છતાં તેની ઉત્તરની પર્વતિથિના સૂર્યોદયને જ પ્રામાણિક ગણીને ૩૭ શ્રીહીરસૂરિજી અને ૩૮ શ્રીસેનસૂરિજી મહારાજ વિગેરેએ બીજી પર્વતિથિને જ ઔદયિકી એટલે ઉદયવાળી ગણે છે.
અને તેથીજ ઉદયને આધારે તે પર્વતિથિને વ્યપદેશ બીજા દિવસે જ કરાય છે હીરસૂરિજી મહારાજના ૩પ્રશ્નોત્તર ગ્રન્થમાં ટીપણાની અમાવાસ્યાની વૃદ્ધિ છતાં ટીપ્પણાની બીજી અમાવાસ્યાને દિવસે આવતા ક૫વાચનને દ્વિતીય અમાવાસ્યાનું કલ્પવાચન ન કહેતાં નિર્વિશેષણપણે માત્ર “અમાવાસ્યાનું જ કલ્પવાચન કહ્યું છે એટલે ઉદયને સિદ્ધાંત પર્વતિથિની વૃદ્ધિ વખતે પણ અપાદિત છે; એટલું જ નહિં પરંતુ બે પૂણિમાં કે બે અમાવાસ્યા ટીપણામાં હોય ત્યારે ટીપણાની તેરસ-ચૌદસે બે તેરસ ગણીને ટીપણાની પહેલી પૂર્ણિમા કે અમાવાસ્યાએજ પકૂખી કરવાનું જણાવે છે. ટીપણાની તેવી વૃદ્ધિ વખતે તેવી રીતે પકુખી કરવાના અને બે તેરસ કરવાના ચાલુ વ્યવહારથી “પર્વતિથિ પણ ત્યારેજ ઉદયવાળી વાસ્તવિક ગણાય કે જ્યારે તેની આગળના પર્વને પણ બાધા ન હોય, એ વાત સ્પષ્ટ થાય છે.
આવી રીતે ટીપણાની પર્વ કે પવન્તર પર્વતિથિની હાનિવૃદ્ધિના પ્રસંગે ઉદયને ઉત્સગ માર્ગ અપોદિત છે. એજ રીતે શાસ્ત્રમાં જણાવાતો ભેગ અને સમાપ્તિને વિષય પણ માત્ર અન્યગચ્છવાળાઓ ટીપણાની પર્વતિથિની વૃદ્ધિમાં પહેલા દિવસની પર્વતિથિને પર્વતિથિ માનવા માગે છે અને ચતુર્દશીના ક્ષયે પૂર્ણિમાએ ચતુર્દશી કરવા માગે છે તેના પ્રત્યાઘાત તરીકે છે.
સિવાય પર્વ તિથિના વ્યવહારને માટે તે ટીપણુમાં ક્ષય૨૭-૨૮ શ્રી હીલૂરિલી અને શ્રી નવી માટે હીરપ્રશ્ન પાઠ નં. ૨૫
અને સેન પ્રશ્ન પાઠ નં. ૨૬ નું લખાણ જુઓ. ३९ श्रीहीरप्रश्नपत्र १८
यदा चतुर्दश्यां कल्पो वाच्यते, अमावास्यादिवृध्धौ वा अमावास्यायाम् प्रतिपदि वा कल्पो वाच्यते.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org