________________
આ પ્રમાણે મુદ્દાને રજુ કર્યા બાદ તેની વિચારણા કરવી જોઈએ પરંતુ આ પ્રમાણે ન કરતાં મુદ્દાને વિકૃત સ્વરૂપમાં રજુ કર્યો છે અને તેની વિચારણા પંચે જે કરી છે તે અસ્પષ્ટ અને વિરોધી છે. તેનાં કારણે નીચે પ્રમાણે છે.
૧ “આવા અર્થના સમર્થનમાં તેમણે જે શાસ્ત્રો રજુ કર્યા છે તેનું અમે પ્રામાણ્ય સ્વીકારતા નથી”
આ પંચનું વચન બરાબર નથી. કારણકે નિર્ણયકારને નિર્ણય શાસ્ત્રોને અનુસરીને આપવાનું સોંપાયેલ છે તે નિર્ણયકાર તેની પદ્ધતિસરની વિચારણું વગર આ પ્રમાણે લખે તે વ્યાજબી નથી.
ખરી રીતે નિર્ણયકારે આ. સાગરાનંદસૂરિજી મહારાજે પોતાના “ક્ષપૂર્વા” ના અર્થને સમર્થનમાં કયાં કયાં શાસ્ત્રો રજુ કર્યા છે તે તથા તે શાસ્ત્રોમાંથી કયા ક્યા આધાર મુક્યા છે તે પ્રથમ રજુ કરવા જોઈએ. અને ત્યારબાદ તેમણે રજુ કરેલ પાઠના અર્થની વિચારણા કરવી જોઈએ. પરંતુ આ પ્રમાણે શ્રીપંચે કરેલ નથી તેમાં પંચે ખુબજ ગંભીર ભૂલ કરેલ છે. આ. સાગરાનંદસૂરિજી મહારાજે ટકેલા શાસ્ત્રો અને તેના પદનું પ્રામાણ્ય પંચ સ્વીકારતા નથી તેવું પંચના મોઘમ શબ્દોથી આ. સાગરાનંદસૂરિજી મહારાજે રજુ કરેલા શાસ્ત્રમાં ભગવતીસૂત્ર, સુયગડાંગસૂત્ર વિગેરે ગ્રંથો આવે છે તેનું પણ અપ્રમાણ્ય થઈ જાય તે વ્યાજબી નથી કારણકે આ શાસ્ત્રો તે ઉભયપક્ષ પૂર્ણ પણે માન્યજ રાખે છે.
આ. સાગરાનંદસૂરિજી મહારાજે રજુ કરેલા શાસ્ત્રોમાંથી પંચ અમુક શાસ્ત્રને ન સ્વીકારતા હોય તે તે શાસ્ત્રોના નામનો પંચે ઉલ્લેખ કરવો જોઈએ. તેમજ શાસ્ત્રોને પ્રામાણિક માનતા હોય પણ આ. સાગરાનંદસૂરિજી મહારાજે મુકેલ તે શાસ્ત્રપાઠના અર્થને અપ્રમાણિક માનતા હોય તો તે પણ સ્પષ્ટ શબ્દમાં પાઠ અને તેના અર્થ લખી જણાવવું જોઈએ, પણ આમ ન જણાવતાં “આવા અર્થના સમર્થનમાં તેમણે જે શાસ્ત્રો રજુ કર્યા છે તેનું અમે પ્રામાણ્ય સ્વીકારતા નથી” આ પ્રમાણેના પંચે જે મોઘમ શબ્દો લખ્યા છે તે sweeping statement સ્વરૂપના હાઈ ખુબ જ અનર્થકારક છે.
(૨) પાના ૨૭ મે “વિચિતમત્તે “આ નિયમ પ્રમાણે અપૂર્વ વિધિનું વિધાન કરનાર કે પૂર્વ તિથિઃ વ શાસ્ત્રની મદદથી આઠમ વગેરે તિથિનો સાતમ વગેરે તિથિમાં વિધિ થાય છે. નહિતર ઉદયની તિથિ ન હોવાથી આરાધના વિનાશન દેષ શ્રાદ્ધને સ્પશે. ત્યાં આ અપૂર્વ વિધિનું વિધાન કરનાર શાસ્ત્ર આઠમનું આરાધન શક્ય બને તેની ખાતર જ સાતમનું સાતમપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org