________________
સોંપવામાં આવેલ છે તે વસ્તુ આ મુદ્દામાં આપવામાં આવેલ નથી. બન્ને પક્ષોએ “થે પૂર્વ તિથિ ના વૃક્ષો નાથ તથા ” એ શાસ્ત્રને માન્ય રાખેલ છે. માત્ર મતભેદ આ છે પૂ. પદના અર્થની વ્યવસ્થા શાસ્ત્ર અને પરંપરાથી કઈ રીતે છે તેના નિર્ણય માટે છે.
(૫) ગુજરાતી નિર્ણચપત્ર પાને ૭ મે (પ્રવપાને ૨૨મે)
બીજો મુદ્દો ચર્ચાયેલું છે તેની પદ્ધતિ અને ભાષા વાંચકના મગજ ઉપર ખુબજ ખોટી અસર ઉત્પન્ન કરે છે.
આ. સાગરાનંદસૂરિજી સિદ્ધાંતટીપણામાં કે જૈનેતર ટીપણામાં પર્વતિથિને ક્ષય હોતું નથી તેવું કહેતાજ નથી પણ ટીપણામાં ક્ષય આવે તો પણ તેને ક્ષય કરવાને બદલે તેની પહેલાંની અપર્વતિથિને ક્ષય કરે એટલું જ તેમનું કહેવું છે. જ્યારે આ રામચંદ્રસૂરિજીનું કહેવું છે કે-તિથિને ક્ષય કાયમ રાખ પણ તિથિની આરાધના ફકત આગલી અપર્વતિથિએ કરવી એટલે કે પૂર્વા એ પદને અર્થ કયે બરાબર છે (એટલે કે અપર્વતિથિને ક્ષય કરી તેને પર્વતિથિ કરવી એ બરાબર છે કે ક્ષયતિથિ તરીકે રાખી ફક્ત આરાધના આગલી અપર્વતિથિએ કરવી એ બરાબર છે) તેટલું જ માત્ર વિચારવાનું રહે છે. તેના બદલે જે આ. સાગરાનંદસૂરિજી મહારાજ કહેતા નથી તેવું લખી તેનું ખંડન મંડન કરવું અને જણાવવું કે આ તેમને અર્થ છેટે છે તે વ્યાજબી કે પ્રામાણિક નથી.
(૬) ત્રીજા મુદ્દાની ચર્ચામાં પાને આઠમે (પ્રવચન પાના ૨૩મે)
“આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી લોકોત્તર વિષયમાં તેનું પ્રામાણ્ય સ્વીકારતા નથી.”
આ લખવું પણ બરાબર નથી કારણકે કેત્તર વ્યવહાર માટે પર્વતિથિનો ક્ષય અગર વૃદ્ધિ હોય ત્યારે અમુક સંસ્કાર કરીને તે ટીપણ પ્રામાણ્ય માને છે. અને તેજ મુદ્દામાં આગળ શ્રીપંચ લખે છે કે
“બંને આચાર્યો જોધપુરી ચંડ શુગંડુ પંચાંગનું લેકવ્યવહારમાં પ્રામાણ્ય માને છે. આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી લોકોત્તર વ્યવહારમાં પણ તેનું પ્રામાણ્ય માને છે” તે પણ બરાબર નથી, કારણકે લોકોત્તરમાટે આ રામચંદ્રસૂરિજી પણ અમુક સંસ્કાર તે કરેજ છે. કેમકે તિથિ ક્ષય હોય તો તેની આરાધનાને ક્ષય કરતા નથી પણ આગલે દિવસે આરાધના કરવા માટે થે પૂર્વારને સંસ્કાર કરે છે. જે સંપૂર્ણ રીતે ચંડાશુદંડને લેકેતરમાં પ્રામાણ્ય માનવામાં આવે તો કેઈપણ સંસ્કાર વગર ચંડાશુગંડુના ક્ષય પ્રસંગે પર્વ તિથિને ક્ષય કરી આરાધનાનો પણ ક્ષય કરે જોઈએ અને વૃદ્ધિ પ્રસંગે બેવડી આરાધના કરવી જોઈએ પણ તેમ તેઓ કરતા નથી કે માનતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org