________________
તેમ નક્કી થાય છે. અહિં શાસ્ત્રીય બાબત સંબંધી શું મળે છે તે વસ્તુને હાલ તુર્ત બાજુએ રાખીએ છતાં હાલના હયાત પુરૂષ અને સ્ત્રીઓ પોતાના અનુભવ અને જાત માહિતીથી ચાલુ પ્રણાલિકાને અનુસરે છે તે ચેકસ જ છે..
(૫) આ ચાલી આવતી પ્રણાલિકામાં વિક્ષેપ નાંખી તપાગચ્છીય સંઘના ઘણું ભાગને અસંમત જુદે ચીલે શેાધ એ અમારા નમ્ર અભિપ્રાય પ્રમાણે વ્યાજબી કે કઈ પ્રકારે લાભદાયક નથી. પરંતુ તેથી શ્રી સંઘમાં ફાટફુટ અને અનૈકય ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. અને તેમ થયેલું આજે આપણે પ્રત્યક્ષ જોઈએ અને અનુભવીએ છીએ. આ વસ્તુ નિહાળી દરેક સમજુ અને શાસનપ્રિય માણસનું દીલ અત્યંત દુભાય તે સ્વાભાવિક છે.
(૨) ૧ પૂર્વકાળમાં સિદ્ધાન્ત ટિપ્પણને જૈનસંઘમાં પ્રચાર હતું અને પર્વતિથિના આરાધના માટે તેના ઉપર જ આધાર રહેતા હતા. તે સિદ્ધાન્ત ટિપણ પ્રમાણે એક યુગમાં-એટલે પાંચ વર્ષના કાળમાં ૧૮૩૦ દીનરાત અને ૧૮૬૦ તિથિઓ આવે છે. એ યુગનો હિસાબ એકસરખે અવિચ્છિન્ન ચાલતે, યુગની આદિ જ્યાંથી થાય છે ત્યાંથીજ વર્ષની આદિ થાય છે. શાસ્ત્રીય શ્રાવણ વદી ૧ થી (એટલે ગુજરાતી અષાડ વદી ૧ થી) યુગની આદિ ગણાય છે. યુગની આ આદિથી દર એકસઠમે દિવસે બાસઠમી તિથિને (દરેક તિથિ = અંશમાન હોવાથી) ક્ષય થાય છે. દર યુગે બે માસની વૃદ્ધિ થાય છે. જે વર્ષમાં અધિક માસ હોય તેને અભિવતિ સંવત્સર કહેવામાં આવે છે. તે વૃદ્ધમાસ યુગના મધ્યમાં પિષ અને યુગના અંતમાં અષાઢ હોય છે. આ અષાઢ માસની પૂર્ણિમાને દરેક એકસઠમા દિવસે તિથિને ક્ષય થાય તે હિસાબે ક્ષય થાય છે. જેનપંચાંગની ગણત્રીની રીતિ પ્રમાણે ક્ષીણ થતી આ પૂનમને પૂનમ પર્વ તરીકે તે કાળે આ પુસ્તકના પૃ. ૧૧માં દર્શાવેલ આચારદશાચૂર્ણિ આચારપ્રકલ્પ ચૂર્ણિના આધારે અખંડ રાખી છે. પરંતુ ચૌદશ પૂનમ એકઠા કરવા તરીકે કે તે પૂનમને ક્ષય જણાવ્યું નથી. આથી જનશાસનના ગણિત મુજબના સિદ્ધાંત ટિપ્પણ પ્રમાણે કઈ તિથિની વૃદ્ધિ તે ન જ આવે એવી સ્થિતિ સિદ્ધાંત ટિપ્પણની હતી. - હવે લૌકિક ટિપણું કેમ છે તે જોઈએ.
૨. લૌકિક પંચાંગમાં તિથિના ક્ષયની પેઠે તિથિની વૃદ્ધિ પણ આવે છે, દરેક વર્ષમાં આશરે દસ તિથિઓ ક્ષીણું થાય છે અને આશરે પાંચ તિથિઓની વૃદ્ધિ થાય છે. સિદ્ધાંતિક ટિપ્પણની પેઠે પિષ અને અષાઢજ નહિ પણ બીજા માસે પણ અધિકમાસ બને છે. આ પ્રમાણે લકિક ટિપ્પણની ગણત્રીમાં ફેરફારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org