________________
જમાં ટિપ્પણું તરીકે મુદ્રણની સગવડતાએ શ્રીધર શીવલાલવાળું ચંડાશુગંડુ પંચાંગ લેવામાં આવે છે અને તે પહેલા જોધપુરી ચંડપંચાંગને જૈન સમાજ જૈનતર ટિપણું તરીકે ઉપયોગ કરતો હતો. મુદ્રણકાળ પહેલાં આગેવાન મુનિઓ જનતર ટિપ્પણું રાખતા અને તેમાં પક્ષય વૃદ્ધિ આવતી ત્યારે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની ક્ષય વૃદ્ધિ કરી સંઘના માણસની પર્વતિથિ સંબંધીની વ્યવસ્થાને ખ્યાલ વ્યાખ્યાન વિગેરેમાં આપતા. (એ પદ્ધતિ આજે પણ સેંકડો વર્ષથી અમદાવાદ ડહેલાના ઉપાશ્રય આદિ સ્થળે જળવાઈ રહી છે પણ તે માટે જુદા પંચાંગ બનાવવાની પદ્ધતિ નહતી. અર્થાત સૌ કોઈ સમજદાર માણસ પર્વતિથિની વ્યવસ્થા માટે જૈનેતર ટિપણાની પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરી લેતા.) મુદ્રણની સગવડતા થતાં જૈન સમાજે જૈનેતર ટિપ્પણામાં શાસ્ત્ર વિહિત “ક્ષપૂર્વા”ને સંસ્કાર કરી આરાધના માટેનું જૈન પંચાંગ તૈયાર કરી છપાવવાનું શરૂ કર્યું. જૈનેતર ટિપ્પણમાં પર્વ કે પર્વનન્તર પર્વની ક્ષયવૃદ્ધિ હોય તે પૂર્વ કે પૂર્વતર અપર્વની ક્ષયવૃદ્ધિ કરવાનું જે પૂર્વ પુરૂષે વ્યાખ્યાનાદિમાં જણાવતા તેને આશ્રીને તે વખતના સુવિહિત મુનિઓની અનુજ્ઞા લઈ પ્રસારક સભા આદિએ છપાવી જૈનપંચાંગ તરીકે સમાજમાં પ્રચાર્યું.
આવાં પંચાગે જૈનધર્મ પ્રસારક સભા, આત્માનંદ સભા, યશોવિજયજી જૈન ગુરૂકુલ, વીરશાસન, બાલાશ્રમ, મેઘજી હીરજી વિગેરે પચીશેક ઠેકાણેથી એક સરખી રીતે તપાગચ્છ જૈન સમાજમાંથી કાઢવામાં આવતાં અને તેમાં પર્વ કે પર્વાન્તર પર્વના ક્ષયવૃદ્ધિ વખતે પૂર્વક પૂર્વતર અપર્વને ક્ષયવૃદ્ધિ કરતા હતા અને જેને માટે કેઈએ પણ વાંધો લીધે ન હતું. બાળક પણ ૨૪. વયોવૃદ્ધ ધર્મનિષ્ટ અભ્યાસી કુંવરજીભાઈને પત્ર
તા. ૨૫-૮-૪૪ ••••••.અમદાવાદ તમારે પત્ર પહોંચ્યો હતો, પર્યુષણના કારણથી જવાબ લખાણ નથી. ભીતિમાં પંચાંગ પહેલ વહેલા સભા તરફથી છપાવ્યા ત્યારે અગાઉ છપાતા નહોતા. અમને છપાવ્યાને લગભગ પચાસ વર્ષ થયાં હશે. મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ તથા પન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજે જે લાઈન બતાવી તે લાઇને અમે ચાલ્યા કરીએ છીએ. ધર્મકાર્ય ફરમાવશે. સં. ૨૦૦૦ના ભાદરવા શુદિ ૫ ને ગુરૂ
આ ઉપરથી સ્પષ્ટ છે કે જેનધર્મ પ્રસારક સભા જે પંચાંગ છપાવે છે તે પંચાંગમાં ટિપ્પણમાં આઠમ, ઉદસ વિગેરેની ક્ષયવૃદ્ધિએ સાતમ તેરસ વિગેરેની ક્ષયવૃદ્ધિ કરે છે અને પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે. તે પૂ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના જણાવ્યા પ્રમાણે કરે છે અને આજે પણ તેજ પ્રમાણે છપાવે છે. ટૂંકમાં કોઈપણ વખત પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કેઈપણ કરતું ન હતું.
ભાઈ.............
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org